GUJARATKARJANVADODARA

લગ્ન નોંધણી માં રૂ.૨૦૦/ સ્ટેમ્પ ડયુટી લેવા હુકમ કર્યો.

કરજણ તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા લગ્ન નોંધણી અધિકારી શ્રી ને લગ્ન નોંધણી માં રૂ.૨૦૦/ સ્ટેમ્પ ડયુટી લેવા હુકમ કર્યો..

નરેશપરમાર. કરજણ,

લગ્ન નોંધણી માં રૂ.૨૦૦/ સ્ટેમ્પ ડયુટી લેવા હુકમ કર્યો.

કરજણ તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા લગ્ન નોંધણી અધિકારી શ્રી ને લગ્ન નોંધણી માં રૂ.૨૦૦/ સ્ટેમ્પ ડયુટી લેવા હુકમ કર્યો..

પ્રાપ્ત વિગત અનુસાર કરજણ તાલુકામાં ફરજ બજાવતા તલાટી ક્રમ મંત્રી શ્રી દ્વારા લગ્ન નોંધણી અંગે રૂ.૪૦૦ ની સ્ટેમ ડયુટી (ટીકીટ) લેવા નો આગ્રહ કરતા હતા તેવી રજૂઆત અમુક વકીલશ્રી ઓએ અને પક્ષકારો એ કરજણ વકીલ મંડળના પ્રમુખશ્રી મિનેષ પરમાર ને કરવા માં આવી હતી તેઓ શ્રી ની રજૂઆત ને ધ્યાન માં રાખીને તારીખ ૨૧/૦૩/૨૦૨૫ ના રોજ કરજણ તાલુકા વિકાસ અધિકારી શ્રી ને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી કે લગ્ન નોંધણી અધિકારી શ્રી લગ્ન નોંધણી અંગે રૂ-૨૦૦/ સ્ટેમ્પ ડયુટી (ટીકીટ) લેવા માટે રજૂઆત કરી હતી જે રજૂઆત બાબતે તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા નં.તા.પં/આંકડા/૧૮/૨૫ તારીખ ૦૨/૦૪/૨૦૨૫ ના પત્ર થી સ્ટેમ્પ ડયુટી અધિનિયમ – ૧૯૫૮ ની અનુસૂચિ – ૧ ના આર્ટિકલ -૩૪ લગ્ન નોંધણી અંગે રૂ.૨૦૦/ સ્ટેમ્પ ડયુટી ની જોગવાઇ તા – ૦૫/૦૮/૨૦૧૯ થી થયેલ છે. જેથી નોંધણીના લેખમાં એટલે કે લેખદીઠ રૂ – ૨૦૦/ ની સ્ટેમ્પ ડ્યુટી ની જોગવાઇ થયેલ છે લેખ ના પક્ષકાર દીઠ સ્ટેમ્પ ડયુટી વસૂલ લેવાની જોગવાઇ થયેલ નથી.જે મુજબ સ્ટેમ્પ વસૂલ લેવા તમામ તલાટી ક્રમ મંત્રી શ્રી ઓને નોંધ લેશો એ રીતે નો હુકમ કર્યો છે.જે હુકમ કરવા બદલ કરજણ વકીલ મંડળના પ્રમુખશ્રી એ કરજણ તાલુકા વિકાસ અધિકારી શ્રી નો આભાર વ્યક્ત કર્યો છે..

Back to top button
error: Content is protected !!