
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નર્મદાની ધારીખેડા સુગર ફેકટરીએ તેના સભાસદોને શેરડીના 3,455 રૂપિયાનો ભાવ આપ્યો છે. નવી પીલાણ સીઝનમાં સુગર ફેકટરી ખેડૂતો પાસેથી પ્રતિ ટન 3,455 રૂા.ના ભાવથી શેરડીની ખરીદી કરશે.
રાજયમાં બારડોલી અને કામરેજ બાદ ધારીખેડાના ભાવ સૌથી વધારે છે. નર્મદા સુગર ફેક્ટરી દ્વારા તાજેતરમાં નવા પીલાણ ની સીઝન માટે શેરડીના ભાવ પાડવામાં આવ્યા છે. જે એક ટન ના ભાવ 3455 રૂપિયા પાડ્યા છે આ ભાવ રાજ્યમાં આવેલી સુગર ફેક્ટરીઓ માં ત્રીજા ક્રમે આવે છે . બારડોલી સુગરે 3502 રૂપિયા ભાવ પાડ્યા જયારે કામરેજ સુગરે 3481 ભાવ પાડ્યા અને નર્મદા સુગરે 3455 રૂપિયા ભાવ પાડ્યા, નર્મદા સુગરના સંચાલકો દ્વારા સારા ભાવ પાડવામાં આવતા ખેડૂતોમાં ખુશી ની લહેર ફેલાઈ છે. અને ભારતીય કિસાન સંઘના હોદેદારો, આગેવાનોએ અને સંભાસદો દ્વારા ભાવ જાહેર થતા જ સુગર ફેક્ટરી ખાતે ફૂલ હાર લઈને ચેરમેન ઘનશ્યામ પટેલ અને એમડી નરેન્દ્ર પટેલ તેમની ટીમને બોર્ડ ઓફ ડિરેક્ટરને શુભેછાઓ આપી હતી.



