GUJARAT

ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતોથી ચિંતા, રાજપારડી મુખ્ય બજારમાં ટ્રકની અડફેટે ૧૧ વર્ષીય ક્રિશ કુમારનું કરૂણ મોત

ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતોથી ચિંતા, રાજપારડી મુખ્ય બજારમાં ટ્રકની અડફેટે ૧૧ વર્ષીય ક્રિશ કુમારનું કરૂણ મોત

અકસ્માતના બનાવ અંગે રાજપારડી પોલીસમાં ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસેદિવસે વધતા જતા અકસ્માતોને લઇને તાલુકાની જનતામાં રોષ ફેલાયો છે. આ અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ બનતા હોઇ છે જેમાં મોંઘી માનવ જીંદગીઓ નંદવાતી હોય છે. તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર અકસ્માતો વધી રહ્યા હોઇ તાલુકાના તમામ માર્ગોને અકસ્માત ઝોન ગણીએ તો પણ ખોટું નહિ લેખાય. અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય તેમ આજે તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી ખાતે મુખ્ય બજારમાં ભાલોદ તરફના માર્ગ પર એક રેતી ભરેલ હાઇવા ટ્રકે એક ૧૧ વર્ષીય બાળક ક્રિશ કુમાર ઉર્ફે કાના પરમારને અડફેટમાં લેતા આ બાળકનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું, રાજપારડી પોલીસ માથું મળતી માહિતી મુજબ રાજપારડીના ધોરણ 5 માં અભ્યાસ કરતા ક્રિશકુમાર કાના પરમાર નામના કિશોરનું આ અકસ્માતમાં મોત થયું હતું, અકસ્માત બાદ રાજપારડીના સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને છાસવારે અકસ્માતો સર્જતા વાહનો પર કડક કારવાઇ કરવામાં આવે તેવી માંગ કરી હતી આ બનાવ અંગે ટ્રક ચાલક ભરતભાઈ ભરવાડ નામના ઇસમ સામે ફરિયાદ નોંધાઈ છે, પરંતું આ જીવલેણ અકસ્માતે એક આશાસ્પદ ભુલકાનો ભોગ લીધો છે તે એક કરુણ વાસ્તવિકતાના રૂપે સામે આવ્યું છે. ઉલ્લેખનીય છેકે રાજપારડીના મુખ્ય બજારમાંથી પસાર થતાં રેતીવાહક વાહનોથી ટ્રાફિક તેમજ ધુળ ઉડવી જેવી સમસ્યાઓ ઉદભવે છે,અને આવા વાહનોથી જીવલેણ અકસ્માતો પણ થાય છે તે વાત આજના આ અકસ્માતે સાબિત કરી છે. ત્યારે છાસવારે અકસ્માતો સર્જતા બેફામ દોડતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર આગળ આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!