
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
બાયડ ડમ્પીંગ યાર્ડ માં આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળે
ઉનાળાની સીઝનની અંદર આગ લાગવાના અનેક બનાવો બનતા હોય છે જેમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે એવી જ એક ઘટના સામે આવી હતી અરવલ્લી જિલ્લાના બાયડ વિસ્તારમાં આવેલ બાયડ ડમ્પિંગ યાર્ડ ખાતે એકા એક આગ લાગી હતી આગ લાગતા ધુમાડો ચારે કોર ફેલાયો હતો બાયડ ડમ્પિંગ યાર્ડમાં લાગેલ આગને કારણે વાહનોની લાઈનો લાગી હતી ઘટનાની જાણ થતાં મોડાસાની નગરપાલિકાની બે ફાયર બ્રિગેડની ગાડી સહીત કપડવંજ ની 1અને બાયડની 1 સાથે કુલ 4 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ડમ્પિંગ સાઇડે લાગેલી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો આગ વિકરાર સ્વરૂપ ધારણ કરે તેના પહેલા આગ પર કાબુ મેળવ્યો હતો






