GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારામાં મંદિર ચોરીના ગુન્હામા નાસતો ફરતો ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો

 

 

TANKARA ટંકારામાં મંદિર ચોરીના ગુન્હામા નાસતો ફરતો ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો

 

ટંકારા પોલીસ સ્ટેશનના મંદીર ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

Oplus_16908288

મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલ કે, ટંકારા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હામા નાસતો ફરતો આરોપી કમલેશ બુચા ડામોર રહે.સીયાલી તા.જોબટ જી.અલીરાજપુર (એમ.પી) વાળો હાલે મધ્યપ્રદેશ ખાતે તેના રહેણાંક મકાને હોવાની ચોકકસ બાતમી મળતા તુરંત જ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફની ટીમ બનાવી મધ્યપ્રદેશ ખાતે મોકલતા બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ટંકારા મંદિર ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતો ફરતો આરોપી કમલેશ બુચા ડામોર (ઉ.વ.૩૩ રહે.સીયાલી બંગલા ફળીયા તા.જોબટ જી.અલીરાજપુર (એમ.પી) વાળો સીયાલી ગામ બંગલા કળીયા ચોકડી ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Back to top button
error: Content is protected !!