WAKANER:વાંકાનેર નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં યોજાઈ રાખડી સ્પર્ધા અને સામૂહિક ઉજવણી




WAKANER:વાંકાનેર નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં યોજાઈ રાખડી સ્પર્ધા અને સામૂહિક ઉજવણી

વાંકાનેર તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ જડેશ્વર નજીક આવેલી નવા કોઠારીયા પ્રાથમિક શાળા ખાતે આજરોજ પવિત્ર શ્રાવણ માસ અને ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમો રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય તહેવારો અને સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી સામૂહિક રક્ષાબંધન કાર્યક્રમ તેમજ સર્જનાત્મક રાખડી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.બાળકોનો ઉત્સાહભેર ભાગીદારી: બાલવાટિકાથી લઈને ધોરણ ૮ સુધીના તમામ વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં હોંશે હોંશે ભાગ લીધો હતો.
કલા-કૌશલ્યનું પ્રદર્શન: રાખડી સ્પર્ધામાં ગર્લ્સ સ્ટુડન્ટ્સે (બહેનોએ) પોતાની કલ્પનાશક્તિ અને કલા-કૌશલ્યનો ઉપયોગ કરીને પોતાના ભાઈઓ માટે ઘરેથી જ વિવિધ પ્રકારની આકર્ષક અને રંગબેરંગી રાખડીઓ બનાવીને રજૂ કરી હતી.સામૂહિક ઉજવણી: સ્પર્ધા બાદ તમામ બહેનોએ ભાઈઓના કાંડે પ્રેમનું પ્રતિક સમાન રાખડી બાંધીને મોં મીઠું કરાવ્યું હતું.
બાળકો દ્વારા આજના આધુનિક યુગમાં પણ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને તહેવારોનું મહત્વ સમજીને તેને ખરા અર્થમાં સાર્થક કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકગણે તમામ બાળકોની કલાત્મકતા અને ઉત્સાહને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.


