GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા કોંગ્રેસ દ્વારા PGVCLના નિષ્ઠાવાન કર્મચારીઓનું સન્માન કરાયું

 

TANKARA:ટંકારા કોંગ્રેસ દ્વારા PGVCLના નિષ્ઠાવાન કર્મચારીઓનું સન્માન કરાયું

 

ટંકારા વિસ્તારમાં તાજેતરમાં સર્જાયેલી મુશ્કેલ પરિસ્થિતિ દરમિયાન PGVCL (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) ના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ અને જવાબદારીપૂર્વકની કામગીરીને બિરદાવવા માટે ટંકારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુશ્કેલ સમયમાં પાણીમાં પડેલા વીજ વાયરો અને તૂટી ગયેલી વીજ લાઈનોનું ત્વરિત જોડાણ કરી, નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સાથે વીજ પુરવઠો સુચારુ રૂપે કાર્યરત રાખવામાં PGVCLની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ નિષ્ઠાવાન કામગીરી બદલ મિતેશ કે. કક્કડ અને તેમની ટીમ, વિનય જે. રાઠોડ, હિતેન બી. ચાડેગરા તેમજ ટંકારા PGVCLના અન્ય તમામ કર્મચારીઓનું સન્માન કરી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ સન્માન કાર્યક્રમમાં ટંકારા શહેર પ્રમુખ દુષ્યંત ભૂત, ટંકારા નગરપાલિકા કોર્પોરેટર ગોપાલ ઝાપડા, ગિરીશ ઘેટીયા, ગફાર ભુંગર તેમજ કોંગ્રેસના અગ્રણી નેતાઓ જીતેન્દ્ર ગોસ્વામી, અક્ષય અઘેરા (જખરો), હથ્થાભાઈ ઝાપડા અને ભદ્રેશ ઘેટીયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત તમામ આગેવાનોએ જનહિતમાં અને જોખમી પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી બજાવવા બદલ વીજ કર્મચારીઓની કામગીરીને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!