GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી કેવીકેના તાલીમબદ્ધ વિદ્યાર્થીના કિસાન એગ્રો સેન્ટરનું અમલસાડ ખાતે કુલપતિશ્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ

*નવસારી જિલ્લામાં AC&ABC સ્કીમ અંતર્ગત ૧૫ અને SSIP 2.0 અંતર્ગત ૨૧ એગ્રી સ્ટાર્ટઅપ્સ મળીને કુલ ૩૬ વિદ્યાર્થીઓ એગ્રી આન્ત્રપ્રીન્યોરશીપના માર્ગે થયા અગ્રેસર*

નવસારી,તા.૨૩: યુવાવર્ગ રોજગારી શોધવાના પ્રયત્નો કરવાની જગ્યાએ રોજગારીનું સર્જન કરે તે માટે “ડેસ્પરેટ જોબ સીકર” ની જગ્યાએ “પ્રોગ્રેસીવ જોબ ક્રીએટર-જોબ ગીવર” ની માનસિકતા વિકસાવીને નવિનતમ સાહસ શરૂ કરે તેવા ઉમદા હેતુથી; કૃષિપ્રધાન દેશ ભારતમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં કૃષિ ઉદ્યમિતાવિકાસ માટે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા “એગ્રી-ક્લીનીક્સ એન્ડ એગ્રીબીઝ્નેસ સેન્ટર્સ સ્કીમ” – AC&ABC Scheme ચલાવવામાં આવે છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થા એવી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એગ્રીકલ્ચરલ એક્ષટેન્શન મેનેજમેન્ટ – મેનેજ, હૈદરાબાદ દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ અને યુનિવર્સિટી સ્ટાર્ટઅપ સેલના ચેરમેન ડો. તીમુર આર. એહલાવતના માર્ગદર્શન હેઠળ કૃષિઉદ્યમિતા અને ઉદ્યોગસાહસિકતા વિકાસ માટે ઉત્સુક વિદ્યાર્થીઓ માટે વિવિધ કૃષિ ઉદ્યોગસાહસિકોની તાલીમોનું સમયાંતરે સફળ આયોજન કરાય છે. જેમાં ૪૫ દિવસની સઘન રેસીડેન્શ્યલ તાલીમ લઈને ૧૫ જેટલા તાલીમાર્થીઓએ કૃષિ ઉદ્યોગસાહસિક તરીકે પોતાનો સ્વતંત્ર વ્યવસાય-બીઝનેસ શરુ કરીને “સકસેસ સ્ટોરી – સફળ યશગાથા” નું સર્જન કર્યું છે. આવી જ એક “સકસેસ સ્ટોરી – સફળ યશગાથા” સ્વરૂપે મૂળ કોઠા ગામના વતની એવા યુવા, ઉત્સાહી તાલીમાર્થી અને કૃષિ યુનિવર્સિટીમાંથી જ ડીપ્લોમાનું શિક્ષણ મેળવેલ હર્ષ શૈલેશભાઈ નાયક દ્વારા કૃષિ ઉદ્યોગસાહસિક તરીકેની સફરની શરૂઆત કરતા સરીબુજરંગ-અમલસાડ ખાતે “કિસાન એગ્રો સેન્ટર” કાર્યાન્વિત કરાતા, ગતરોજ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલે પ્રેરણાદાયી ઉદબોધનમાં કૃષિપ્રધાન દેશ ભારતના તાત જેવા ખેડૂત મિત્રોને જરૂરી એગ્રી-ઈનપુટસ વ્યાજબી ભાવે સારી ક્વોલીટીના મળી રહે તે ખુબ જરૂરી હોવાનું જણાવીને હર્ષ નાયકને શુભેચ્છાઓ પાઠવી હતી. કૃષિ શાખાના વિદ્યાર્થી તરીકે અને AC&ABC Scheme ના તાલીમાર્થી તરીકે એક જાણકાર અને જ્ઞાની બીઝનેસમેન તરીકે નીતિમત્તા સાથે સામાજિક દાયિત્વ નિભાવવાની ભાવના સાથે સફળ થવા માટે તેઓએ પ્રેરણા આપવા સાથે યુનિવર્સિટી તરફથી આકર્ષક ટ્રોફી-શિલ્ડ ભેટ કરીને આ પ્રતિભાશાળી યુવાનનું બહુમાન કર્યું હતું. નોંધનીય છે કે ભારત સરકારની “એગ્રી-ક્લીનીક્સ એન્ડ એગ્રીબીઝ્નેસ સેન્ટર્સ સ્કીમ” – AC&ABC Scheme ગુજરાત સરકારની “સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલીસી-૨.૦-SSIP 2.0” અન્વયે ઉભરતા ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ ફાઉન્ડર્સને જરૂરી માર્ગદર્શન અને તાલીમ આપીને કૃષિ ઉદ્યોગસાહસિક બનવાના માર્ગે અગ્રેસર કરવામાં યુનિવર્સિટી સ્ટાર્ટઅપ સેલ ખુબજ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. અત્યારપર્યંત AC&ABC સ્કીમ અંતર્ગત ૧૫ અને SSIP 2.0 અંતર્ગત ૨૧ એગ્રી સ્ટાર્ટઅપ્સ મળીને કુલ ૩૬ વિદ્યાર્થીઓ એગ્રી આન્ત્રપ્રીન્યોરશીપના માર્ગે આગળ વધીને “સકસેસ સ્ટોરી”સફળ યશગાથા” લખી ચુક્યા છે.

Back to top button
error: Content is protected !!