ડાંગ જિલ્લાનાં આહવા ખાતે મોબાઈલની દુકાનના કાઉન્ટર પર મૂકેલો મોબાઈલ ચોરી થતા પોલીસ ફરિયાદ..
MADAN VAISHNAVApril 27, 2025Last Updated: April 27, 2025
6 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં આહવા ગ્રામ પંચાયતની સામે આવેલ ક્રિએટિવ મોબાઈલની દુકાનમાં કામ કરતા એક યુવકનો મોબાઇલ ચોરી થઈ જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે.ડાંગ જિલ્લાનાં આહવા ખાતે રહેતા ઉમેશભાઈ સખારામભાઈ આહિરે (ઉ. વ.32) એ આહવા ગ્રામ પંચાયતની સામે આવેલ ક્રિએટિવ મોબાઈલની દુકાનમાં નોકરી કરે છે.ત્યારે આ યુવકે પોતાનો Vivo કંપનીનો T2 pro મોડેલ નં.V2321 (જેની કિંમત રૂપિયા 26,000/-) મોબાઈલ દુકાનમાં કાઉન્ટર ઉપર મુકેલ હતો.સાંજે સાતેક વાગ્યે મોબાઇલની જરૂર પડતા કાઉન્ટર પર મુકેલ મોબાઇલ જોતા ત્યાં ફોન મળેલ નહીં. જેથી યુવકે દુકાનમાં મોબાઇલની શોધખોળ કરી હતી.પરંતુ તેને મોબાઈલ મળી આવેલ નહીં જેથી દુકાનમાં યુવક સાથે કામ કરતા નદિમભાઈને મોબાઇલ વિશે પુછતા તેમણે મોબાઈલ વિશે કંઈ ખબર નથી તેમ વાત કરેલ હતી.અને મોબાઇલ નંબર ઉપર બીજા મોબાઈલ ફોનથી ફોન કરી જોતા મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો.અને દુકાન ઉપર ઘણા ગ્રાહકો આવતા જતા હોય છે.જેથી મોબાઇલ ફોન કોઈ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરેલ હોય તેવું જણાઈ આવતા ઉમેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.હાલમાં આહવા પોલીસે ચોરીને લઈ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVApril 27, 2025Last Updated: April 27, 2025