BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વરમાં વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટથી આગ:પીરામણ ગામ નજીક આગ લાગતાં વીજ પુરવઠો ખોરવાયો, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના પીરામણ ગામ નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટને કારણે આકસ્મિક આગ લાગી હતી. ભડાકા સાથે ફાટી નીકળેલી આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં અંકલેશ્વર નગર સેવા સદન અને ડીપીએમસીના ફાયર ફાઈટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વીજ કંપનીના અધિકારીઓએ તુરંત જ વીજ પુરવઠો બંધ કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટનાને કારણે વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઉનાળાની તીવ્ર ગરમીમાં વીજળી ન હોવાથી સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Check Also
Close
Back to top button
error: Content is protected !!