BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા જીઆઈડીસીમાં ૧૦ વર્ષની બાળકીનું અપહરણ ,પાશવી બળાત્કાર અને ઘાતકી હત્યાના કેસમાં બળાત્કારીને ફાંસીની સજા ફટકારાઇ

ઝઘડિયા જીઆઈડીસીમાં ૧૦ વર્ષની બાળકીનું અપહરણ ,પાશવી બળાત્કાર અને ઘાતકી હત્યાના કેસમાં બળાત્કારીને ફાંસીની સજા ફટકારાઇ

 

ગણતરીના મહિનામાં કોર્ટે આરોપી વિજય પાસવાન ને ફાંસીની સજા ફટકારી

 

 

ઝઘડિયા જીઆઇડીસીમાં એક કંપનીમાં મજૂરી કરતા પરિવારની સગીર વયની દસ વર્ષની બાળકીને વિજય પાસવાન નામનો નરાધમ ગત ડિસેમ્બર ૨૪ માં અપહરણ કરી લઈ જઈ તેને ઇજાગ્રસ્ત કરી તેના પર બળાત્કાર ગુજારી સગીરાના ગુપ્ત ભાગે સળિયા વડે ઈજાઓ પહોંચાડી હતી, જે બદલ વિજય પાસવાન નામના ઈસમ વિરુદ્ધ સગીરાની માતાએ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, ત્યારબાદ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરાતા તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, રિમાન્ડ પુરા થતા તેને તપાસ કરનાર પોલીસ ટીમ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરતા કોર્ટે દ્વારા સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, રિમાન્ડ પુરા તથા આરોપીને સબ જેલ ધકેલવામાં આવ્યો હતો, અત્રે ઉલ્લેખનીય છે કે બળાત્કારની ઘટના બાદ ભોગ બનાર સગીરા નું સારવાર દરમિયાન વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું હતું, જેથી તપાસ કરનાર ટીમ દ્વારા આરોપી વિજય પાસવાન વિરુદ્ધ હત્યાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો, ઝઘડિયા જીઆઈડીસી ની આ ઘટનામાં માં ૧૦ વર્ષની બાળકીનું અપહરણ, પાશવી બળાત્કાર અને ઘાતકી હત્યાના કેસમાં બળાત્કારી વિજય પાસવાન ને ફાંસીની સજા ફટકારવામાં આવી છે, ગણતરીના મહિનામાં કોર્ટે આરોપી વિજય પાસવાન ને ફાંસીની સજા ફટકારવામાં આવતા લોકોમાં ન્યાય પ્રક્રિયા પ્રત્યે સંતોષ જોવા મળ્યો હતો, કાયદાકીય પ્રક્રિયામાં પોલીસ અને સરકારી વકીલ પરેશ પંડ્યાની પ્રસંશનીય કામગીરી ના પગલે આટલા ટૂંકા સમયમાં આરોપીને સજા કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરે વિજય પાસવાને પાડોશી બાળકી લાકડા વણતી હતી ત્યારે બળાત્કાર કર્યો હતો, બાળકીના ગુપ્તાંગમાં સળિયાના ઘા કરાયા હતા જેથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!