GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની સી.બી.ગર્લ્સ હાઈસ્કૂલમાં મહેંદી-ગૂંથન-આરતી સ્પર્ધામાં 70 વિદ્યાર્થીનીઓએ દર્શાવી કળા.

તારીખ ૨૫/૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઇસ્કૂલ કાલોલ ખાતે શનિવારના રોજ ધોરણ ૯ થી ૧૨ની વિદ્યાર્થીનીઓ માટે ગૌરીવ્રતના પાવન અવસરે મહેંદી સ્પર્ધા, કેશ ગૂંથન સ્પર્ધા, આરતી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ ૭૦ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહેંદીની આકર્ષક ડિઝાઇન, સુંદર રીતે શણગારેલ આરતીની થાળીઓ અને વિવિધ પ્રકારના કેશગૂંથન સૌના મન મોહી લે તેવા હતા.નિર્ણાયકોએ કૃતિઓનું મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ સ્પર્ધકોની પસંદગી કરી વિજેતા વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવનાથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.







