GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ પ્રાયમરી ટીચર્સ પ્રીમિયર લીગ-૨૦૨૫ માં લાખાપર-લોઠડા-ગૌરીદડ ગ્લેડીએટર્સ વિજેતા

તા.૩/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: શ્રી વિનુભાઈ જી. મકવાણા આયોજિત અને સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા તથા અક્ષર પબ્લિકેશન-અમદાવાદ દ્વારા સ્પોન્સર્ડ રાજકોટ ટીચર્સ પ્રીમિયર લીગ-૨૦૨૫ રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ-૨૮/૦૪/૨૦૨૫ ના રોજ ગ્રીનફીલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ, જામનગર રોડ, રાજકોટ ખાતે યોજાઈ હતી. જેમાં રાજકોટ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં નોકરી કરતા આચાર્ય/શિક્ષકોની બે-બે તાલુકા શાળા મળીને આઠ ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. ઓપનિંગ સેરેમની ફ્રેન્ડલી મેચ જિલ્લા પંચાયત-રાજકોટ તથા MSB-રાજકોટ વચ્ચે યોજાઈ હતી. પ્રથમ લીગ મેચ BRC-CRC ચેલેન્જર્સ અને ગઢકા-કસ્તુરબાધામ ઈગલ્સ વચ્ચે યોજાઈ.

બીજી મેચ બેડલા-બામણબોર ટાઇગર્સ અને સરધાર-હલેન્ડા સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાઈ હતી. ત્રીજી મેચ વાજડી વીરડા-ગ્રામ મિડલ જાયન્ટસ અને લાખાપર-લોઠડા-ગૌરીદડ ગ્લેડિએટર્સ વચ્ચે રમાઈ હતી. ચોથી અને છેલ્લી લીગ મેચ રાણપુર-કુવાડવા રોયલ્સ અને આણંદપર-માલિયાસણ વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. પ્રથમ સેમિફાઈનલ ગઢકા-કસ્તુરબાધામ ઈગલ્સ અને સરધાર-હલેન્ડા સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ગઢકા-કસ્તુરબાધામ ઈગલ્સની ડિફેન્સિંગ ચેમ્પિયન ટીમ વિજેતા થઈ સતત બીજી વખત ફાઈનલમાં પ્રવેશી હતી. બીજી સેમિફાઇનલ લાખાપર-લોઠડા-ગૌરીદડ ગ્લેડિએટર્સ અને આણંદપર-માલિયાસણ વોરિયર્સ વચ્ચે યોજાઈ હતી, જેમાં લાખાપર-લોઠડા-ગૌરીદડ ગ્લેડિએટર્સ વિજેતા થઈ ફાઈનલમાં પહોંચી હતી. ફાઈનલમાં ગઢકા-કસ્તુરબાધામ ઈગલ્સ ટીમે ૯૮ રન કર્યા હતા. અતિ રસાકસી ભરેલી મેચમાં લાખાપર-લોઠડા-ગૌરીદડ ગ્લેડિએટર્સ ટીમે મેન ઓફ ધ મેચ પરેશભાઈ વાળાના ૩૩ રન અને એક વિકેટની મદદથી તેમજ સંજયભાઈ એંધાણી (સંજુબાબા)ના છેલ્લી ઓવર્સમાં કરેલી આતિશી બેટિંગની મદદથી જીતી ચેમ્પિયન થયા હતા.

ગત ટુર્નામેન્ટની ચેમ્પિયન ગઢકા-કસ્તુરબાધામ ઈગલ્સ ટીમ આ વખતે રનર્સ અપ થઈ હતી. બેસ્ટ બેટ્સમેન ઓફ ધ સિરીઝ ટ્રોફી મૃગેશભાઈ નીમાવતને, બેસ્ટ બોલર ઓફ ધ સિરીઝ ટ્રોફી જીજ્ઞેશભાઈ ગોહેલને તથા પ્લેયર ઑફ ધ સિરીઝ ટ્રોફી આનંદભાઈ વ્યાસને એનાયત કરવામાં આવી હતી.

ટુર્નામેન્ટને સફળ બનાવવા દાતાશ્રીઓ વિનુભાઈ જી. મકવાણા – આચાર્ય, સર પ્રાથમિક શાળા, S.B.I. બેન્ક ચીફ મેનેજરશ્રી અરુણ સક્સેના સર તેમજ અક્ષર પબ્લિકેશન-અમદાવાદના ચેરમેનશ્રી શંકરભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત દાતાશ્રીઓ દ્વારા ખેલાડીઓને કેપ, ટીશર્ટ, ટ્રેક પેન્ટ અને ટ્રોફી માટે અનુદાન મળ્યું હતું. શિક્ષક સમાજની રમતને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી-રાજકોટ શ્રી દિક્ષિતભાઈ પટેલ સર અને તેમના ધર્મપત્નિ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ.અશોકભાઈ વાણવી સર સહિત ત્રણેય શિક્ષક યુનિયનના પ્રતિનિધિશ્રીઓ હાજર રહ્યા હતા. અક્ષર પબ્લિકેશન-અમદાવાદના ચેરમેનશ્રી શંકરભાઈ દ્વારા દર વર્ષે આ પ્રકારની તંદુરસ્ત સ્પર્ધા દ્વારા શારીરિક-માનસિક તંદુરસ્તી માટે ભવિષ્યમાં સહકાર આપવાનું વચન આપ્યું હતું.

પ્રતિયોગિતાને સફળ બનાવવા શ્રી હરેશભાઈ ડવ, ભરતભાઈ ગઢવી, રામદેવસિંહ જાડેજા, ડો. પ્રતીકભાઈ મહેતા, વિપુલભાઈ વિરડા, સંજયભાઈ પરમાર, પરેશભાઈ વાળા, જતીનભાઈ ચાવડા, નિકેતભાઈ જોષી, નયનભાઈ મકવાણા, જતીનભાઈ પરમાર, અમિતભાઈ પરમાર તેમજ અમ્પાયર્સ, સ્કોરર અને કોમેન્ટટેર્સ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!