MORBIMORBI CITY / TALUKO

MORBI:આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા  વિરપર ગામ પાસે થયેલા અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની મુલાકાત લીધી

 

MORBI:આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા  વિરપર ગામ પાસે થયેલા અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની મુલાકાત લીધી

 

આજ રોજ સવારે મોરબી ના વિરપર ગામ પાસે કેટરીગ ના કામ અર્થે જતી બોલેરો ગાડી પલ્ટી મારી જતા તેમાં સવાર લોકો ને ઈજા પહોંચી હતી. જે તમામ ને પ્રાથમિક સારવાર બાદ મોરબી સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેની જાણ આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા ટીમ ને થતાં તે મુલાકાત માટે આખી ટીમ દોડી આવ્યા હતા. જીલ્લા ટીમ દ્વારા ઈજા પામેલા લોકોની મુલાકાત લીધી અને સાથે લોકો ને ત્યાં મળતી સારવાર બાબતે માહિતી મેળવી હતી અને ઈજા પામેલા લોકોને વિશ્વાસ આપ્યો કે આકસ્મીક બનાવ અંગે જરૂરી મદદ માટે જરૂર પડે ત્યારે આખી ટીમ મદદ કરવામાં તૈયાર રહેશે. ત્યારબાદ મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા એ જણાવ્યું કે વધું ઈજા પામેલા લોકોને રાજકોટ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે ત્યાં રૂબરૂ મુલાકાત લેશે.

Back to top button
error: Content is protected !!