GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ઉજવલા ફાર્મ પાસે પતરાની કોઠીમાથી વિદેશી દારૂની બોટલ મળી આવી

MORBI:મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ઉજવલા ફાર્મ પાસે પતરાની કોઠીમાથી વિદેશી દારૂની બોટલ મળી આવી
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય ત્યારે રવાપર ઘુનડા રોડ ઉપર ઉજવલા ફાર્મ પાસે પતરાની કોઠી લઈને શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા એક શખ્સને રોકી તેની પાસે રહેલ કોઠીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કીની ૬ નંગ બોટલ મળી આવી હતી, જેથી પોલીસે આરોપી રામારામ જોગારામ ખેરાજરામ સઉ ઉવ.૨૫ રહે. હાલ રવાપર ઘુનડા રોડ જય દ્વારકાધીશ હાઈટ્સ નજીક મોરબી મૂળ રહે.બાટાડુ મેરાજાની ચોકી જી.બાડમેર રાજસ્થાન વાળાની અટક કરવામાં આવી હતી, આ સાથે એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂનો જથ્થો કિ.રૂ.૫,૮૭૪/- કબ્જે લઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.







