GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ“ની ઉજવણી કરવામાં આવી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં જનજાગૃતિ શિબિરો, રેલી, નિદર્શંન, પત્રિકા વિતરણ, પોસ્ટર ડિસ્પ્લે જેવી વિવિધ IEC પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.આજરોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી નિમિત્તે અનીલ નાયક ટેકનીકલ ટ્રેનીંગ સેન્ટર, લારસન & ટરબો પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ ગણદેવા (ખારેલ) ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે ૧૬મી મે ‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’ ૨૦૨૫ ની થીમ “Check,Clean, Cover : Steps to defeat Dengue” એટલે કે, “ડેન્ગ્યુને હરાવવા માટે આપના ઘરના પાણીના ભરેલા પાત્રો તપાસો, તેની ન્સફાઇ કરો અને પાત્રો ઢાંકીને રાખો” છે તે અંગે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ડેન્ગ્યુ નિયંત્રણ અંગેની આગામી વ્યુહરચના વિશે અને ડેન્ગ્યુ- ચિકુનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટેના IVM અંતર્ગત વિવિધ પગલાંઓ વિશે ઓડિયો-વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેલેરિયા/ડેન્ગ્યુના મચ્છર, મચ્છરના પોરાં તથા પોરાભક્ષક ગપ્પી માછલીઓનું લાઇવ ડેમોંસ્ટ્રેશન પણ યોજવામાં આવ્યુ હતું. તદુપરાંત, જિલ્લાના તમામ તાલુકાઓમાં વિવિધ આરોગ્ય કેન્દ્રો દ્વારા ૧૬ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ૨૦૨૫ નિમિત્તે જનજાગ્રૃતિ શિબિરો, રેલી, નિદર્શંન, પત્રિકા વિતરણ, પોસ્ટર ડિસ્પ્લે તથા વોટસ એપ, ટ્વીટર, વગેરે માધ્યમથી IEC અંતર્ગત પ્રચાર-પ્રસારના વિવિધ કાર્યક્ર્મો હાથ ધરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.રાજેન્દ્ર રંગુનવાલા, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મયંક ચૌધરી, આર.સી.એચ.ઓ. ડૉ.રાજેષ પટેલ, જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી ડો. ભાવેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફીસરશ્રીઓ, આઇ.ટી.આઇ.ના પ્રિન્સીપાલશ્રીઓ, મેડિકલ ઓફીસરશ્રીઓ, આરોગ્ય કર્મચારીઓ, અન્ય સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!