HIMATNAGARSABARKANTHA

હિંમતનગર શહેરમાંથી ચોરેલ બાઇક સાથે રાજસ્થાન રાજયના એક ઇસમને પકડી મોટર સાયકલ ચોરીના ફુલ-૩ અનડીટેકટ ગુન્હા શોધી કિં.રૂ.૮૫,૦૦૦ /- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

અહેવાલ:- પ્રતિક ભોઈ

હિંમતનગર શહેરમાંથી ચોરેલ બાઇક સાથે રાજસ્થાન રાજયના એક ઇસમને પકડી મોટર સાયકલ ચોરીના ફુલ-૩ અનડીટેકટ ગુન્હા શોધી કિં.રૂ.૮૫,૦૦૦ /- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ જેમાં ખાસ કરી વાહનચોરીના બનાવો વધુ બનતા હોઇ આવા વાહનચોરીના ગુન્હા શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે એલ.સી.બી.સ્ટાફના શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઇ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એ.એસ.આઇ. કમલેશસિંહ તથા ટે.એ.એસ.આઇ. સચીનકુમાર તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા અ.હે.કો. ધવલકુમાર તથા આ.હે.કો. પ્રકાશકુમાર તથા અ.પો.કો. જ્ઞાનદીપસિંહ તથા અ.પો.કો. શુકલજીતસિંહ તથા અ.પો.કો. પ્રવિણસિંહ તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ તથા આ.પો.કો. દોલતભાઇ તથા ડ્રા.પો.કો. રમતુજી તથા ડ્રા.પો.કો. નરેન્દ્રસિંહ વિગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવેલ.

ઉપરોકત ટીમના માણસો તા.૧૯/૦૫/૨૦૨૫ના સરકારી તથા ખાનગી વાહનમાં વાહન ચોરીના બનાવો સંબધે સાબરકાંઠા જીલ્લામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હિંમતનગર બી ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાણધા ફાટક પાસે જતા આ.હે.કો. પ્રકાશકુમાર તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ નાઓને હ્યુમન સોર્સીસથી સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, “સંજય નારાયણભાઇ તબીયાડ રહે.ગેડ તા.બીંછીવાડા જી.ડુંગરપુર રાજસ્થાન વાળો નંબર વગરની કાળા કલરની સીલ્વર પટ્ટા વાળી હિરો સ્પ્લેન્ડર પ્રો. મોટર સાયકલ લઇને ઇડર થી હિંમતનગર તરફ આવી રહેલ છે.” જે બાતમી હકીકત આધારે હિંમતનગર ધાણધા ફાટક રોડ ઉપર મોટર સાયકલની વોચમાં હતા દરમ્યાન ઉપરોકત બાતમી મુજબની નંબર વગરની હિરો સ્પ્લેન્ડર પ્રો. મોટર સાયકલ લઇને એક ઇસમ ઇડર તરફથી આવતાં તેને રોકી નામઠામ પુછતા પોતે પોતાનું નામ સંજય સ/ઓ નારાયણભાઇ અમરાભાઇ તબીયાડ ઉ.વ.૨૬ ધંધો. મજૂરી રહે.ગેડ ભગોળા ફળો તા.બીછીવાડા જી.ડુંગરપુર રાજસ્થાનનો હોવાનું જણાવેલ તેમજ તેની પાસેના મોટર સાયકલના માલિકી અંગેના આધાર પુરાવા પોતાની પાસે નહી હોવાનું જણાવતાં સદરી મોટર સાયકલના એન્જીન ચેચીસ નંબર આધારે ઉપલ્બધ સોફ્ટવેર તથા મોટર સાયકલ ચોરીઓના ગુન્હાઓના રેકર્ડ આધારે તપાસ કરતા સુંદર મોટર સાયકલ હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૬૨૫૦૪૪૮/ ૨૦૨૫ બી.એન.એસ કલમ.૩૦૩(૨) મુજબના કામે ચોરીમાં ગયેલ હોઇ જે અંગે ગુન્હો રજીસ્ટર થયેલ હોઇ સદર પકડાયેલ હિરો સ્પ્લેન્ડર પ્રો. મોટર સાયકલ જેનો ચેસિસ નં.-MBLHA10BFEHM3474 તથા એંજીન નં.-HA10EREHM31179 ની કિ.રૂ.૨૫,000/- ની ગણી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ ૧૦૬ મુજબ કબજે કરી સદરીની વધુ ઉંડાણ પૂર્વક પુછપરછ કરતાં આ પકડાયેલ મો.સા. પોતે તથા રાહુલ સ/ઓ ખાતુ ધનાભાઇ ડામોર રહે.જાબુંડી તા.વીછીવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન) નાઓએ ભેગા મળી ચોરી કરેલ તેમજ અન્ય બીજા બે મોટર સાયકલો પોતે તથા અરવિંદ સ/ઓ નારાયણભાઇ અમરાભાઇ તબીયાડ રહે.ગેડ ભગોળા ફળો તા.બીંછીવાડા જી.ડુંગરપુર રાજસ્થાન વાળો જે પોતાનો ભાઇ થાય છે તે બન્નેએ ભેગા મળી હિંમતનગર શહેરમાંથી ચોરી કરેલ હોવાનું જણાવતાં આરોપીને અટક કરી હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે. ખાતે સોપેલ છે.

પકડાયેલ આરોપી

(૧) સંજય સ/ઓ નારાયણભાઇ અમરાભાઇ તબીયાડ ઉ.વ.૨૬ ધંધો. મજૂરી રહે.ગેડ ભગોળા ફળો તા.બીંછીવાડા જી.ડુંગરપુર રાજસ્થાન

પકડવાના બાકી આરોપી/વોન્ટેડ

(૨) અરવિંદ સ/ઓ નારાયણભાઇ અમરાભાઇ તબીયાડ રહે.ગેડ ભગોળા ફળો તા.બીછીવાડા જી.ડુંગરપુર રાજસ્થાન

(૩) રાહુલ સ/ઓ ખાતુ ધનાભાઇ ડામોર રહે.જાબુંડી તા.વીછીંવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન)

Back to top button
error: Content is protected !!