GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનાર સામે દંડની કાર્યવાહી

 

MORBI:મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનાર સામે દંડની કાર્યવાહી

 

મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તાજેતરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ કરનાર તેમજ ગદ્ન્કી કરનાર આસામીઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં એક સપ્તાહમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા ૫૬ આસમીઓ પાસેથી રૂ ૩૮,૦૩૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો

તેમજ ગંદકી કરતા ૩ આસામી પાસેથી રૂ ૬૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો જાહેરમાં કચરો સળગાવતા ૪ આસામીઓ પાસેથી રૂ ૭૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રી મોન્સૂન અંતર્ગત લીલાપર ગ્રામ પંચાયત, શ્રીમદ સોસાયટી, આસ્વાદ પાન સામે અવળે નાલા સફાઈ કામગીરી કરવામાં આવી હતી અને નગરજનોને ગંદકી ના ફેલાવવા અનુરોધ કર્યો છે

Back to top button
error: Content is protected !!