
વિજાપુર સેન્ટ જોસેફ શાળા માં ધોરણ 7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દુબઈની મેથેલો જીનીયસ ક્વેસ્ટ પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું 
મહર્ષ પટેલે 6 મીનીટ મા 100 દાખલા ના જવાબો આપી નંબર મેળવ્યો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સેન્ટ જોશેફ મા ધોરણ 7મા અભ્યાસ કરતો અને અને અબાકાશ સેન્ટર નો વિદ્યાર્થી મહર્ષ પટેલે એકેડેમીક સીટી દુબઈ ખાતે ક્યૂબેટિક દ્વારા યોજાયેલ પ્રથમ ઇન્ટરનેશનલ લેવલ મેથેલો જીનીયસ ક્વેસ્ટ પરીક્ષાનું આયોજન સ્ટડી વર્લ્ડ, ની પરીક્ષા માં ઇન્ટરનેશનલ લેવલ ફર્સ્ટ રનર્શ અપ બની ને રાજ્ય અને તાલુકાનું નામ રોશન કર્યું હતુ.ધોરણ – 7(સાત) માં અભ્યાસ કરતા અને અબાકાસ સેન્ટર વિધાર્થી મહર્ષ દેવાંગકુમાર પટેલે જણાવ્યું હતુ કે આ સ્પર્ધા 17 દેશોના 482 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બાળકોએ ફક્ત 6 મિનિટમાં ગાણિતિક ક્રિયાઓના 200 દાખલાના જવાબ આપવાના હોય છે. જેમાં મહર્ષ પટેલે 6 મીનીટ મા 100 જવાબો આપી ફર્સ્ટ રનર્સ અપ મેળવ્યો હતો. Abacus Education Hub ના ડાયરેક્ટર લક્ષ્મણભાઈ પટેલ અને માર્ગદર્શક મનીષાબેન પટેલ વધુમાં જણાવ્યું હતું કે એજ્યુકેશનમાં થતી વિવિધ સ્પર્ધાઓમાં આ સ્પર્ધા સૌથી મુશ્કેલ ગણવામાં આવે છે. મહર્ષને મળેલી સફળતા અભિનંદન ના લાયક છે તેણે સ્પર્ધા મા ફર્સ્ટ રનર્શ અપ મેળવી રાજ્ય અને તાલુકા ની ખ્યાતિ વધારી છે.




