GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી જંતુનાશક દવા પી વેપારીએ આપઘાત કર્યો 11 શખ્સો વિરુદ્ધ ફરીયાદ 

MORBI:મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી જંતુનાશક દવા પી વેપારીએ આપઘાત કર્યો 11 શખ્સો વિરુદ્ધ ફરીયાદ

 

મોરબી શહેરમાં વ્યાજખોરો ધાક ધમકીઓ અને અપહરણ કરી મનફાવે તેમ પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મોરબી શહેરમાં રહેતા અને ઠંડા પીણા કોલ્ડ્રીક્સની સેલ્સ એજન્સીનો વેપાર ધંધો કરતા વેપારીને ધંધા માટે રૂપિયાની જરૂર પડતા આરોપીઓ પાસેથી વ્યાજે પૈસા લઈ વ્યાજ સહિત પૈસા ચૂકવી દીધા હોય તેમ છતા વેપારી ને હેરાન કરતા વેપારીએ વ્યાજખોરોથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જેથી આ બનાવ અંગે મૃતકના ભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ વિષ્ણુનગર સોસાયટી કુબેરનગર પાસે રહેતા જીજ્ઞેશભાઈ હરેશભાઈ મકવાણા (ઉ.વ.૩૬) એ આરોપી નિલેશભાઈ ભીમાણી- મોરબી, રવિભાઈ દેવાભાઈ ડાંગર- મોરબી રણછોડનગર, પ્રકાશભાઈ મેપાભાઈ પીથામલ – મોરબી, રવિભાઈ રાજેશભાઈ જાલરીયા (મોરબી)-રાજકોટ, હિતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા- મોરબી-હાઉસીગ બોર્ડ, યોગીરાજસીહ રાજેન્દ્રસીહ જાડેજા- મોરબી, કીરીટસીહ જાડેજા-ગુરૂકૃપા-લાતિપ્લોટ-૨ નંબર પાસે, મયુરસીહ બહાદુરસીહ સરવૈયા -હાઉસીગબોર્ડ મોરબી, ભગીરથસિહ જનકસીહ જાડેજા, પ્રશાંતભાઈ ચીખલીયા -હાલ બેલા,- મોરબી  વિરુદ્ધ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના મોટા ભાઇ નિલેશભાઇ ઠંડા પીણા કોલ્ડ્રીક્સની સેલ્સ એજન્સી નો વેપાર ધંધો કરતા હોય અને પોતાના ધંધામા તેઓને રૂપીયાની જરૂરીયાત પડતા આરોપીઓ પાસે થી અલગ અલગ વ્યક્તિ પાસે થી વ્યાજે પૈસા લીધેલ હોય જે વ્યાજ સહીતના પૈસા ચુકવી આપેલ હોય તેમ છતા યેન કેન પ્રકારે આરોપીઓ હેરાન પરેશાન કરી મરવા મજબુર કરતા નીલેશભાઈ એ કંટાળી જઇ પોતાની ઓફીસમા જંતુનાશક દવા પી જતા નિલેશભાઈનુ મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મૃતકના નાના ભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!