GUJARATMODASA

મોડાસા: ફરેડી-અણદાપૂર સુધી “પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના”નો રોડ ન બનતા સ્થાનિકોમાં રોષ,તંત્રના ભ્રષ્ટ બાબુઓ ક્યાં કોઈનું સાંભળે છે..?

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા: ફરેડી-અણદાપૂર સુધી “પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના”નો રોડ ન બનતા સ્થાનિકોમાં રોષ,તંત્રના ભ્રષ્ટ બાબુઓ ક્યાં કોઈનું સાંભળે છે..?

માલપુર તાલુકાના ફરેડીથી અણદા પૂર જવાનો માર્ગ દયનીય હાલત

ત્રણ વર્ષ પહેલા પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજનામાં મંજુર થયો હતો રોડ

કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારી આવી સામે ..તંત્રમાં રજુઆત છતાં કોઈ કાર્યવાઈ ના થતા સ્થાનિકોમાં રોષ

બે વર્ષ થી રોડ પર મેટલ અને રેફો પાથરી દેવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં

ખરાબ રોડ મુદ્દે સ્થાનિકોએ કોન્ટ્રાકટરને ફોન કરતા બંધ કર્યો

ખરાબ રોડની મેટલ છુટ્ટી પડી જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય

કોન્ટ્રાકટર દ્રારા રસ્તાનું કામ ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ

અરવલ્લી જિલ્લો જાણે ભ્રષ્ટાચારના ભરડામાં છપડાયો હોય એવો એવો ઘાટ સર્જાયો છે.નિતનવી સમસ્યાઓ થી જનતા પીડાઈ રહી છે.પરંતુ તંત્રના ભ્રષ્ટ બાબુઓ ક્યાં કોઈનું સાંભળે છે.મોડાસા તાલુકાના ફરેડી ગામથી અણદાપૂર સુધીનો રોડ અંદાજે ત્રણ વર્ષ પહેલા પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજુર કરવામાં આવ્યો હતો પરંતુ તંત્રના ભ્રષ્ટ બાબુઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને રોડ ન બનતા સ્થાનિકોએ અનેક વાર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ને રજુઆત કરતા સ્થાનીકોને ગેરમાર્ગે દોરતા હોવાના આક્ષેપ સાથે રોડની કામગીરીને લઈ સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવી સત્વરે રોડ બનાવવા માંગ કરી હતી.

 

Back to top button
error: Content is protected !!