GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના શનાળા ગામ નજીક હિસાબ કરવાનું કહેતા ફ્લેટ ધારકોએ આધેડને માર માર્યો

 

MORBI:મોરબીના શનાળા ગામ નજીક હિસાબ કરવાનું કહેતા ફ્લેટ ધારકોએ આધેડને માર માર્યો

 

મોરબીના શનાળા ગામ નજીક આવેલ નંદભૂમિ એપાર્ટમેન્ટમાં મેન્ટેનન્સ લીધા બાદ હિસાબ કરવાનું કહેતા ફ્લેટ ધારકોએ આધેડને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

મોરબીના શનાળા ગામે નંદભુમી એપાર્ટમેન્ટ જ્ઞાન વિહાર સ્કૂલ પાસે આધેડે આરોપીઓને એપાર્ટમેન્ટનુ મેઇન્ટેનન્સ લઇ પછી હિસાબ કરવાનું કહેતા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના મોટા ખિજડીયા ગામના વતની અને હાલ મોરબીના શનાળા ગામ નંદભુમી એપાર્ટમેન્ટ જ્ઞાન વિહાર સ્કૂલ પાસે રહેતા ધર્મેન્દ્રભાઇ ગણેશભાઈ બરાસરા (ઉ.વ.૪૫) એ આરોપી મયંકભાઇ બળવંતભાઇ છત્રોલા, બળવંતભાઇ છત્રોલા રહે.ફ્લેટ નં.૧૦૧, દક્ષ રમેશભાઇ ચીકાની ફ્લેટ નં.૩૦૨, પ્રશાંત ધિરૂભાઇ કાસુન્દ્રા ફ્લેટ નં.૬૦૩ રહે.બધા નંદભુમી એપાર્ટમેન્ટ, જ્ઞાન વિહાર સ્કુલ પાસે, ગામ-શનાળાવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીઓને એપાર્ટમેન્ટનુ મેઇન્ટેનન્સ લઇ પછી હિસાબ કરવાનું કહેતા આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ બોલાચાલી કરી ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!