GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જેલ રોડ પર પરપ્રાંતીય મજુરોની માહિતી પોલીસ મથકમાં ન આપનાર મકાન માલિક વિરુદ્ધ કાર્યવાહી

 

MORBI:મોરબીના જેલ રોડ પર પરપ્રાંતીય મજુરોની માહિતી પોલીસ મથકમાં ન આપનાર મકાન માલિક વિરુદ્ધ કાર્યવાહી

 

 

મોરબી શહેરમાં કબીર ટેકરી રોયલ સ્ટાઈલ પાછળ જેલ રોડ પાસે આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં પરપ્રાંતીય મજુરો રાખી માહિતી સંબંધિત પોલીસ મથકમાં ન આપી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર મકાન માલિક વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ મેજીસ્ટ્રેટ દ્વાર જાહેરનામુ પ્રસિદ્ધ કરેલ હોય જેની તપાસ હાથ ધરતા મોરબી શહેરમાં આવેલ કબીર ટેકરી રોયલ સ્ટાઈલ પાછળ જેલ રોડ પાસે રહેતા આરોપી માવજીભાઈ અણદાભાઈ ચાવડા (ઉ.વ.૭૫) એ પોતાના મકાનમાં પરપ્રાંતીય મજુરો રાખી માહિતી MORBI ASSURED એપ્સ.માં અપલોડ કરેલ ન હોય તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સબંધીત કચેરીમાં પરપ્રાંતિય માણસોની માહીતી આપેલ ન હોય અને જાહેરનામાનો ભંગ કરતા મકાન માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!