GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં સરપંચ ઉમેદવારો માટે કુલ- ૧૮૯ તેમજ સભ્ય માટે કુલ-૭૦૩ જેટલા ફોર્મ ભરાયાં..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારીઃતા.9,રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. આ ચૂંટણી કાર્યક્રમ મુજબ નવસારી જીલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫  રોજ નિયત કરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણીમાં તા.૦૯/૦૬/૨૦૨૫ ના રોજ સુધીમાં સરપંચ ઉમેદવારો માટે કુલ- ૧૮૯તેમજ સભ્ય માટે કુલ-૭૦૩ જેટલા ફોર્મ ભરાયાં છે. તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી (સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ) અને નિવાસી અધિક કલેકટર, નવસારીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!