DAHODGUJARAT

ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાંચવાડાની આકસ્મિક મુલાકાત લેતા કલેક્ટર યોગેશ નિરગુડે

તા.૧૨.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાંચવાડાની આકસ્મિક મુલાકાત લેતા કલેક્ટર યોગેશ નિરગુડે

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાંચવાડા ખાતે કલેકટર યોગેશ નિરગુડેએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાંચવાડાની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ નિમિતે કલેક્ટર યોગેશ નિરગુડેએ આરોગ્ય કેન્દ્રનું સમગ્રતયા નિરીક્ષણ કર્યું હતું.આ મુલાકાત અન્વયે કલેકટરએ વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અને સેવાઓ જેવી કે AB-PMJAY, IHIP, PMMVY, નમો, ટીબી, IHIP, સંસ્થાકીય પ્રસુતિ, રસીકરણની કામગીરીની જાણકારી મેળવી કામગીરીની સમિક્ષા કરી હતી.વધુમા મુલાકાત દરમિયાન કલેકટરએ તમામ આરોગ્યલક્ષી સેવાઓ અને યોજનોઓનો લાભ છેવાડાના ગ્રામજનો સુધી સારી રીતના પહોંચે અને આરોગ્ય સેવાઓનો વ્યાપ વધે એ હેતુથી કામગીરી કરવા માટેની સુચના આપી હતી

Back to top button
error: Content is protected !!