GUJARATMEGHRAJ

મેઘરજ :જીતપુર (ખાખરીયા ) ગામે ખેડૂતના ખેતરમાં વીજ તાર જમ્પિંગ થયા અંગે અરજી આપવા છતાં કોઈક કાર્યવાહી નહી 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મેઘરજ :જીતપુર (ખાખરીયા ) ગામે ખેડૂતના ખેતરમાં વીજ તાર જમ્પિંગ થયા અંગે અરજી આપવા છતાં કોઈક કાર્યવાહી નહી

મેઘરજ તાલુકાના જીતપુર ખાખરીયા ગામે એક ખેડૂતના ખેતરમાં સર્વ નંબર 183 અને 194 માં વીજ લાઇનના તાર કેટલાય સમયથી ખેતરની વચ્ચે જમ્પિંગ થયેલ હાલતમાં છે જે અક્સ્માત સર્જ તેમ છે. તે જગ્યાએ ટ્રેક્ટર પણ અડી જાય છે આ બાબતે અગાઉ પણ વીજતંત્ર ને જાણ કરવામાં આવેલ છે છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી તાર પણ ખેંચવામાં આવ્યા નથી અને તાર ખેંચવામાં નહીં આવે તો અક્સ્માત થશે તો જવાબદાર કોણ…? આ બાબતે અરજદાર ખેડૂતે વીજતંત્ર ને લેખિત જાણ કરવામાં આવી છે અરજી પણ આપવામાં આવી છે અરજી આપ્યા 1 મહિનો થવા આવ્યો છતાં કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી તાર ખેંચવામાં આવ્યા નથી તો સત્વરે તાર ખેંચવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!