GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના કાયાજી પ્લોટમાં સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ

MORBI:મોરબીના કાયાજી પ્લોટમાં સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ

 

મોરબીના શહેરમાં દારૂની રેલમછેલ બોલી રહી છે બુટલેગરો બેફામ બન્યા છે ત્યારે મોરબીના રવાપર રોડ પર આવેલ કાયાજી પ્લોટ શેરી નં -૦૫ ના નાકા પાસે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૬૫૭ કિં રૂ.૨,૬૮,૩૮૦ તથા કાર મળી કુલ કિં રૂ.૬,૬૮,૩૮૦ નો મુદ્દામાલ એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફને સંયુકતમા ખાનગી રાહે બાતમી મળેલ હોય જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના રવાપર રોડ પર આવેલ કાયાજી પ્લોટ શેરી નં -૦૫ ના નાકા પાસે આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળી સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર -જીજે-૧૩-એન.એન-૫૦૦૬ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૬૫૭ કિં રૂ.૨,૬૮,૩૮૦ તથા કાર કિં રૂ. ૪,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૬,૬૮,૩૮૦ નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી શાહરૂખ ઇકબાલભાઇ બુચડ રહે. લાતી પ્લોટ જોન્શનગર મોરબીવાળો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!