GUJARATNAVSARI CITY / TALUKOVALSAD

વલસાડ: વાપીના લવાછાથી મૂળ રાજસ્થાની ૨૨ વર્ષીય યુવતી ગુમ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના લવાછા પીપરીયા, વિજયભાઈ વલ્લભભાઈની ચાલ, રૂમ નં.૦૪ ખાતે રહેતી રર વર્ષીય રાખી ભગવાનદાસ માહોર (મૂળ રહે.-બાડી, પોસ્ટ-બાડી, જિ-ધોલપુર, રાજસ્થાન) તા.૦૬/૦૬/૨૦૨૫ના રોજ સવારે ૮-૦૦ થી સાંજના ૪-૦૦ વાગ્યા દરમિયાન પોતાના ઘરેથી કોઈને કંઇ પણ કહ્યા વિના કોઈ અગમ્ય કારણસર કશે જતા રહ્યા હતા. તેમની શોધખોળ કરતા તેમની કોઈ ભાળ મળી નથી અને તેઓ આજદિન સુધી ઘરે પરત ફર્યા નથી. ગુમ રાખી પાતળો બાંધો, ઘઉંવર્ણ અને ૫ ફૂટ ૧ ઈંચ ઊંચાઈ ધરાવે છે. તેમણે કાળા કલરની ટી-શર્ટ અને મરૂન કલરનું લોઅર પહેરેલું હતું. તેઓ હિન્દી ભાષા જણે છે. જો કોઈને પણ આ યુવતીની ભાળ મળે તો ડુંગરા પોલીસ સ્ટેશનનો ૯૪૦૮૯૩૧૨૭૭, ૯૩૨૮૩૭૦૬૫ર, પોલીસ કંટ્રોલ રૂમ નં.-૦૨૬૩૨-૨૫૩૩૩૩ અને ઈ-મેઈલ એડ્રેસ sp-val@gujarat.gov.in પર સંપર્ક કરી જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!