બીજે મેડિકલ કોલેજની મેડિકલ પરીક્ષા રદ, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યાં
અમદાવાદમાં લંડન જતું એર ઇન્ડિયાનું AI171 પ્લેન ક્રેશ થતા 241 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં વિમાન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની મેસ પર ક્રેશ થતા તેમાં ભોજન કરતા કેટલાક લોકોના પણ મોત થયા છે. આ ઘટનામાં મૃતકઆંક 275 સુધી પહોંચ્યો છે.આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. આ ઘટના બાદ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ આવીને ઇજાગ્રસ્ત લોકોની સિવિલ હોસ્પિટલમાં મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા.
પ્લેન ક્રેશની ઘટના સમયે મેસ બિલ્ડિંગ હાજર એમબીબીએસના અનેક વિદ્યાર્થીઓ સહિત હોસ્ટેલમાં રહેનારા વિદ્યાર્થીમાંથી 200થી વઘુ વિદ્યાર્થીઓ ડર અને આઘાતને લીધે પોતાના ઘરે જતા રહ્યા છે. વિદ્યાર્થીઓ ખૂબ જ આઘાતમાં છે અને આ વિદ્યાર્થીઓ અને પ્રથમ અને બીજા વર્ષના હતા. જેને પગલે હાલ તો બી.જે.મેડિકલ કોલેજ દ્વારા 500 વિદ્યાર્થીઓની આગળની તમામ થિયરી-પ્રેક્ટિકલ ઈન્ટરનલ પરીક્ષાઓ રદ કરી દેવાઈ છે. આ ઉપરાંત મેડિકલ શિક્ષકોનું ઉનાળુ વેકેશન પણ રદ કરવામાં આવ્યું છે.
બી.જે.મેડિકલ કોલેજમાં ભણતા એમબીબીએસના વિદ્યાર્થીઓમાં હાલમાં ચાલતી અને આગમી દિવસોમાં શરૂ થનારી થીયરી તેમજ પ્રેક્ટિકલની ઈન્ટરનલ પરીક્ષાઓ હાલ કેન્સલ કરવામા આવી છે. જ્યાં સુધી નવી સૂચનાઓ ન મળે ત્યાં સુધી પરીક્ષાઓ નહીં લેવાય. એમબીબીએસના પ્રથમ અને બીજા વર્ષની ઇન્ટરનલ પરીક્ષાઓ લેવાનાર હતી અને જે પ્લેન ક્રેશની ઘટના બાદ કેન્સલ કરવામા આવી છે. નવી તારીખો કોલેજ દ્વારા પછીથી જાહેર કરવામા આવશે. પ્લેન ક્રેશની ઘટના બાદ હોસ્ટેલોમાં રહેનારા વિદ્યાર્થીઓમાંથી 200થી વઘુ વિદ્યાર્થી પોતાના ઘરે જતા રહ્યા છે અને ક્રેશની ઘટના સમયે જે 40થી વઘુ વિદ્યાર્થીઓ હાજર હતા તેઓ ખૂબ જ ડરી ગયા છે તેમજ આઘાતમાં છે.