AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં હાડોળ ગામે ટ્રેકટર ટ્રોલી ચાલકે બાળકને અડફેટે લેતા,બાળકનું મોત નિપજ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં હાડોળ ગામ ખાતે ટ્રેકટર ટ્રોલી ચાલકે ટ્રેકટરને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એક બાળકને અડફેટે લેતા ઘટના સ્થળે ગંભીર અક્સ્માત સર્જાયો હતો.જેમાં બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.સુબીર તાલુકાનાં હાડોળ ગામ ખાતે રહેતા મનેશભાઈ કાશીરામભાઈ પાર્યા (રહે.હાડોળ તા.સુબીર જી.ડાંગ ) જે પોતાના પત્ની અમિનાબેન સાથે ગામમાં નદી ઉપર બનાવેલ જુના ડેમનું રિપેરીંગનું કામ ચાલુ હોય જેની મજુરી કામે ગયેલ હતા.અને તેમના ઘરે નાના બાળક સાગરને સંભાળવા માટે કોઇ જ ન હોય જેથી તેને પણ સાથે જ લઇ ગયેલ હતા.અને ડેમ પર પતિ – પત્ની મજુરી કામ કરતા હતા.અને તેમનું બાળક સાગર નજીકમાં રમવામાં વ્યસ્ત હતો. તે વખતે ત્યાંજ ટ્રેક્ટર લઈને કામ કરતા યાકુબભાઇ અર્જુનભાઈ ચૌધરી( રહે.બરડીપાડા તા. સુબીર જી.ડાંગનાઓએ  પોતાના હવાલાનુ ટ્રેક્ટર રજી. નંબર GJ-19-B-5643 તથા ટ્રેલર રજી. નં. GJ-15-YY-5877 ને  પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બાળક સાગરને ટ્રેકટરના ટ્રેલર વડે અડફેટમાં લેતા ઘટના સ્થળે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અહી ટ્રેકટરનાં અડફેટનાં પગલે બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પોહચી હતી.જેથી તાત્કાલિક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકને નજીકનાં સુબીર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા તેઓની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે આહવા સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા.અને ત્યાંથી વધુ સારવાર માટે  સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ સુરત ખાતે સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યુ હતુ.હાલમાં આ બનાવને લઈને સુબીર પોલીસની ટીમે અક્સ્માત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે..

Back to top button
error: Content is protected !!