અંબાજી પંથકમાં ભર ઉનાળે તડકા સાથે વરસાદ, સતત બે દિવસ ની ગરમી ના ઉકળાટ બાદ વરસાદ

15 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા અંબાજી પંથકમાં ભર ઉનાળે તડકા સાથે વરસાદ, સતત બે દિવસ ની ગરમી ના ઉકળાટ બાદ વરસાદ હાલ તબક્કે ચોમાસુ બારણે ટકોરા દઈ રહ્યું છે ને ચોમાસાની આગમનના થનઘનાટ શરુ થઇ ગયું છે ત્યારે શક્તિપીઠ અંબાજી પંથકમાં આજે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ને સતત બેદિવસની ગરમીના ભારે ઉકળાટ બાદ બપોર બાદ સાંજના સુમારે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થવા પામી હતી આજનો વરસાદ જે ધીમીધારે શરુ થયો છે તે મોડી રાત સુધી વધી શકે તેવા કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આજે શરુ થયેલા વરસાદમાં વરસાદની સાથે તડકો પણ જોવા મળ્યો હતો જેને લઇ બે ઋતુ ભેગી થતા લોકોમાં ક્યાંક રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે એક તરફ ભારે ગરમીના ઉકળાટને લઇ લોકોને ગરમીમાં આંશિક રાહત મળી રહી છે ત્યારે બીજી તરફ ખેતરોમાં ઉભેલો પાક બગાડવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે તસવીર અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ









