GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જીલ્લાના ૫ તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો જાણો અહીં




MORBI:મોરબી જીલ્લાના ૫ તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો જાણો અહીં

મોરબી જિલ્લામાં સોમવારે મોડી રાત્રીના મેઘ મહેર શરુ થઇ હતી અને જીલ્લાના પાંચેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો અસહ્ય ગરમીથી રાહત મળતા બાળકોથી લઈને વૃદ્ધ સુધીના સૌ કોઈમાં ખુશીની લહેર છવાઈ છે

મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો ટંકારા તાલુકામાં ૧૦૦ મીમી, માળિયા (મી.) તાલુકામાં ૪૬ મીમી, મોરબી તાલુકામાં સૌથી વધુ ૧૨૪ મીમી, વાંકાનેર તાલુકામાં ૫૭ મીમી અને હળવદ તાલુકામાં ૮૯ મીમી વરસાદ વરસ્યો છે આમ માળિયા અને વાંકાનેરમાં ૨-૨ ઇંચ, હળવદમાં 3.૫ ઇંચ, ટંકારામાં ૪ ઇંચ અને મોરબી તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ ગત રાત્રીના વરસ્યો હતો



