GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મૉરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પરથી બાંધકામ સામગ્રી દૂર કરવાની સૂચના

 

MORBI:મૉરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પરથી બાંધકામ સામગ્રી દૂર કરવાની સૂચના

 

મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં લાગુ પડતા તમામ શહેરીજનોને ચોમાસાના આગમનને પગલે શહેરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, ટ્રાફિક અવરજવર સુગમ બનાવવા તેમજ આરોગ્ય-સ્વચ્છતા જાળવવા માટે પ્રી-મોન્સૂન , તૈયારી શરૂ કરવામાં આવી છે.

જાહેર માર્ગો, ફૂટપાથો, નાળાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેર જગ્યાઓ પર ચાલુ બાંધકામ હોય તેવા સ્થળોએ બાંધકામ સામગ્રી (રેતી, ઈંટો, સિમેન્ટ, કપચી, ખાલી બોરીઓ વગેરે) મૂકી રાખવી દંડનીય ગુનો છે. આવી સામગ્રી નોટીસ મળ્યાની તારીખથી પાંચ દિવસની અંદર હટાવવી ફરજિયાત રહેશે.જો પાંચ દિવસની મુદત પછી પણ જાહેર જગ્યાએ બાંધકામ સામગ્રી મળી આવશે, તો તે સામગ્રી મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ દ્વારા નોટીસ વિના દૂર કરવામાં આવશે અને સંબંધિત વ્યક્તિ / માલિક સામે કાયદાનુસાર દંડ કરવામાં આવશે. આ ઉપરાંત, જો કોઈ કિસ્સામાં જાન હાની થશે તો કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!