AHAVADANGGUJARAT

ડાંગ: નર્સિગ કોલેજ આહવા ખાતે DySP જે.પી.નલવયા ની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વ્યસન મુકિત દિવસની ઉજવણી કરાઇ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

“૨૬ જુન આંતરરાષ્ટ્રીય વ્યસન મુકિત દિવસની ઉજવણી-૨૦૨૫” નર્સિગ કોલેજ આહવા ડાંગ ખાતે ઉજવણી કરવામાં આવેલ, જેમાં Dy.S.P.શ્રી જે.પી.નલવયા, એસ.સી./એસ.ટી.સેલ  આહવા ડાંગ, નશાબંધી અને  આબકારી ખાતાના અધિક્ષકશ્રી, એ.એસ.પટેલ સા., નર્સિંગ કોલેજ આહવા-ડાંગના પ્રિન્સીપાલ શ્રીમતી મંજુલાબેન ગામીતા સા., પો.સ.ઇ.શ્રી એમ.જી.શેખ  એસ.ઓ.જી.શાખા,આહવા-ડાંગ, તથા નશાબંધી નિયોજક આહવા-ડાંગના શ્રી રાકેશભાઇ પવાર તથા એસ.ઓ.જી.સ્ટાફ તથા નર્સિંગ કોલેજના સ્ટાફ તથા વિધાર્થીઓ આશરે ૯૫ ની સંખ્યામાં પોગ્રાામ કરવામાં  આવેલ, જેમાં ડ્રગ્સ એબ્યુઝ અંગેનું મહત્વ સમજાવી, ડાંગ જીલ્લા પોલીસ માદક પદાર્થનું વેચાણ થતુ હોય તો તે જડમુળથી નાબુદ કરવા માટે તેમજ આવા ખોટા માર્ગ ઉપર ચાલતા વ્યક્તિઓને સુધારવા માટે અને માદક પદાર્થોમાંથી મુકિત મેળવી શકાય છે. આ માટે અમોએ ડ્રગ્સથી થતા શારીરિક તથા માનસીક નુકશાન, વ્યસનોની શરીર પર થતી ખરાબ અસર વિશેની સમજણ, એક જાગૃત નાગરીક તરીકે આપણી ફરજ શું છે.? તથા વ્યસન મુકિતના સ્લોગન (સુવિચાર) વાળી પેમ્પલેટસ તથા થેલીઓ છપાવી તેઓનું વિતરણ કરીને લોકોમાં જાગૃતિ લાવવા માટે કામગીરી કરી, નશાકારક કેફી પદાર્થોનુ વેચાણ, વ્યસન તથા હેરાફેરીની ખબર મળતા અમારી હેલ્પ લાઇન નંબર ૧૯૩૩ ઉપર તથા ડાંગ જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ફોન નં.૧૦૦ અથવા (૦૨૬૩૧) ૨૨૦૬૫૮ ઉપર જાણ કરવા સમજ કરી “૨૬ જુન આંતરરાષ્ટ્રીય વ્યસન મુકિત દિવસની ઉજવણી-૨૦૨૫” ના પોગ્રામ થકી ડાંગ જીલ્લાને  ડ્રગ્સ મુક્ત બનાવીએ અને ડ્રગ્સ મુક્ત સમાજ/ જીલ્લો/ રાજ્ય અને રાષ્ટ્રનુ નિર્માણ કરવા પતિજ્ઞા લેવડાવેલ.

Back to top button
error: Content is protected !!