BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના થરા ખાતે મુસ્લિમ બિરાદરોએ હાજી અલ્તાફ સાંચોરાનું હજયાત્રા પૂર્ણ કરી પરત ફરતા ભવ્યાતિભવ્ય સન્માન કર્યું.

કાંકરેજ તાલુકાના થરા ખાતે મુસ્લિમ બિરાદરોએ હાજી અલ્તાફ સાંચોરાનું હજયાત્રા પૂર્ણ કરી પરત ફરતા ભવ્યાતિભવ્ય સન્માન કર્યું.

કાંકરેજ તાલુકાના થરા ખાતે મુસ્લિમ બિરાદરોએ હાજી અલ્તાફ સાંચોરાનું હજયાત્રા પૂર્ણ કરી પરત ફરતા ભવ્યાતિભવ્ય સન્માન કર્યું.

હજયાત્રીઓએ મુસ્લિમ વર્ષના છેલ્લા (જિલહજ) માસના આઠ મા અને તેરમા દિવસની વચ્ચે જ હજ કરવાની હોય છે.ગણતરીના આ દિવસો દરમિયાન જ આ હજ કરવી પડતી હોઈ ભારતનાં અલગ અલગ રાજ્યોમાંથી ઘણા મુસ્લિ બિરાદરો હજ કરવા જાય છે અને હજનો લ્હાવો લઈ પોતે હાજી બન્યાની ધન્યતા અને પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ અનુભવે છે. ત્યારે કાંકરેજ તાલુકા ના વહેપારી મથક થરાના મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાન ભાજપાના સંનિષ્ઠ કાર્યકર ફકુચાચા ના હુલાણમાં નામથી ઓળખાતા ફકીરમહંમદ વલીભાઈ સાંચોરાના ભત્રીજા અને સી.એ.ના વ્યવસાય સાથે સંકળાયેલા અલ્તાફ રસુલભાઈ સાચોરા ૨૩ મી મે ૨૦૨૫ના રોજ હજ કરવા રવાના થયા હતા. ચેરમેન સમૂહલગ્ન સમિતિ-૬ પરગણા થરાદી મેમણ કાઉન્સિલ હનીફભાઈ સાંચોરા ના જણાવ્યા મુજબ મુસ્લિમ સમાજના નવ યુવાન હાજી અલ્તાફ રસુલભાઈ સાંચોરા ગત તા.૨૩/૦૫/૨૦૨૫ ના રોજ થરા હજ પઢવા રવાના થયા અમદાવાદથી બાય પ્લેન મક્કા શરીફ પહોંચ્યા ત્યાં ૩૨ દિવસ રોકાયા બાદ મદીના શરીફ ૯ દિવસ રોકાયા હતા આજે ૪૧ દિવસે હજયાત્રા પૂર્ણ કરી તા. ૦૩/૦૭/૨૦૨૫ના રોજ થરા ખાતે પરત ફર્યા ત્યારે ઉસ્માનભાઈ સાંચોરા,રસુલભાઈ સાંચોરા,સલીમભાઈ મેમણ, યાસિનભાઈ સાંચોરા,યુનુસભાઈ સાંચોરા, આબીદભાઈ શિહોરી વાળા,ઈમ્તિયાઝ સાંચોરા,સોના ચેરિટેબલ ટ્રસ્ટ થરાના રફીકભાઈ મેમણ,મોહસીનભાઈ મેમણ સહીત સગાસ્નેહીજનો દ્વારા હાજી અલ્તાફ સાંચોરાને ફૂલ હાર પહેરાવી સ્વાગત કરી મ્હોં મીઠુ કરાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!