Oplus_16908288
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ગુજરાત એસટી નિગમની શિરડી,નાસિક બરોડા એસટી બસ.ન.જી.જે.18.ઝેડ.ટી.0893 જે સાપુતારા,શામગહાન થઈ બરોડા તરફ જઈ રહી હતી.તે દરમ્યાન સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ત્રણ રસ્તા ફાટક પાસે એસટી બસ ચાલકે ભાપખલ ગામનાં મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા ઘટના સ્થળે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલ એસટી બસનાં આગલા વ્હિલમાં ભરાઈ ગઈ હતી.સાથે એસટી બસ ઝાડ નજીક જઈ થંભી ગઈ હતી.જ્યારે મોટરસાયકલ ચાલક ફંગોળાઈને કાદવમાં પટકાતા ગંભીર ઈજાઓ પોહચી હતી.હાલમાં ઇજાગ્રસ્ત મોટરસાયકલ ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવારનાં અર્થે પ્રથમ શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી..
જેતપુર શહેરમાં વેપારીઓને ટાર્ગેટ કરી બ્લેકમેલિંગ દ્વારા નાણાં પડાવતી એક સક્રિય ટોળકીનો પર્દાફાશ
સાધલી બસ સ્ટેશન પાસે ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું.
દાહોદ જિલ્લા રાષ્ટ્રીય હિન્દુ સંઘ અને રામાનંદ પાર્ક દ્વારા આંબેડકર જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી
Follow Us

Back to top buttonerror: Content is protected !!