
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજના ભેમાપુર નું પગી ફળિયુ પાકા રસ્તા થી વંચિત, વિધાર્થીઓ,જનતા, વાહનચાલકોને મુશ્કેલી : કાદવ કીચડ વાળા રસ્તા પર વિધાર્થીઓ ને હાલાકી
મેઘરજ ના ભેમાપુર ના પગી ફળિયા થી બે કિલોમીટર નો મુખ્યમાર્ગ કીચડ વાળો હોવાથી આમ જનતા ,વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો ને અવર જવર માટે પારાવાર મુશ્કેલી,બે કિમિ રોડ પાકો બને એવી માગ
કોઈપણ ગામ હોય કે શહેર દરેક માટે લાઈટ પાણી અને રસ્તો આ ત્રણ પાયાની સુવિધા ખાસ જરૂરી હોય છે ત્યારે પ્રજાજનો ને આમાંથી કોઈ એક સુવિધા ના હોય તો ના ચાલે ત્યારે મેઘરાજના ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રસ્તાની સુવિધા વગર ચોમાસા દરમિયાન કાદવ કીચડ વાડા રસ્તે ચાલવા મજબુર બનવું પડે છે
વાત છે મેઘરજ ના ભેમપુર ગામ ની ભેમાપુર ગામ ના પેટા પરું પગી ફાળિયું ,આ વિસ્તાર માં 50 થી વધુ મકાનો આવેલા છે અને અહીં લગભગ 300 જેટલી વસ્તી રહેછે ,મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલ છે સ્થાનિકો ને પોતાના કામકાજ અને ખરીદી માટે તેમજ શાળા કોલેજ ના બાળકો ને અભ્યાસ માટે મેઘરજ આવવુ પડે ગામ ના પગી ફળિયા સુધી કોઈ બસ સુવિધા નથી શ્રમિક વસ્તી છે તેથી દરેક ના ઘરે ટુ વહીલર ,ફોર વહીલર સાધનો નથી જેથી મેઘરજ કામકાજ કે અભ્યાસ માટે મુખ્ય માર્ગ સુધી ચાલતા જવું પડે લગભગ બે કિલોમીટર ચાલતા જાય ત્યારે મુખ્ય માર્ગ સુધી પહોંચાય ,આ બે કિલોમીટર નો રસ્તો કાચો છે સામાન્ય દિવસો માં તો ચાલતા જતા હોય છે પણ ચોમાસા માં વરસાદી પાણી ના કારણે આ આખા રસ્તે કાદવ કીચડ થાય છે જેથી ચોમાસા માં અવર જવર કરવી મુશ્કેલ બને છે વિદ્યાર્થીઓ કીચડ માં ચાલી શકતા નથી ઘણી વાર સમયસર મુખ્યમાર્ગ સુધી ના પહોંચવાના કરણે અભ્યાસ થી વંચિત રહેવું પડે છે બીમારી ના સમયે 108 ની સુવિધા પણ પગી ફળિયા સુધી પહોંચી શકતી નથી સ્થાનીકો પોતાના કામકાજ અર્થે ખેડૂતો પણ આ રસ્તે જવા અસમર્થ બનતા હોય છે તેથી ભેમાપુર પગી ફળિયા થી મેઘરજ મુખ્યમાર્ગ સુધી રસ્તો પાકો બને એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.




