ભાદરોલી બુઝર્ગ ગામની પ્રા.શાળામાં ગૌરી વ્રતના પાવન અવસરે સેવા ગૃપ દ્વારા વિદ્યાર્થીનીઓને શ્રૃંગાર કિટ્સ અને ડ્રાયફૂટ નું વિતરણ કરાયું

તારીખ ૦૮/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામની પ્રાથમિક શાળામાં ગૌરી વ્રતના પાવન અવસરે વિશેષ ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં આશરે 130 વિદ્યાર્થીનીઓને શ્રૃંગાર કિટ્સ અને ડ્રાયફૂટ , ફળો અને વ્રત-અનુકૂળ ખાદ્યપદાર્થો વિતરણ કરવામાં આવ્યા. આ પહેલનો હેતુ સંસ્કૃતિક પરંપરાઓનું સન્માન કરવું અને વિદ્યાર્થીઓ સાથે આનંદ અને પોષણ વહેંચવાનો છે. શાળાના શિક્ષકો, વાલીઓ અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો. બાળકી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી. વિશેષ આભાર: આ સુંદર અને સંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા ગ્રુપ, ના મયંક દરજી અને તેમની ટીમનો વિશેષ સહયોગ રહ્યો.સેવા ગ્રુપ એ સનફાર્મા (હાલોલ પ્લાન્ટ)માં કામ કરતા કાલોલના મયંક દરજી સહિતના મિત્રોનું ગ્રુપ છે. તેમના દ્વારા પૂરા પાડવામાં આવેલ ભેટો અને ખાદ્યસામગ્રી માટે સમગ્ર શાળા પરિવાર તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે. તદ્ઉપરાંત શાળા પ્રાંગણમાં બાળકો અને શિક્ષકો સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવીયુ.








