
તા.૦૯.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ આરટીઓ ઇન્સ્પેક્ટર વી.કે.પરમાર સામે ગાડીના ડ્રાઈવરે માર માર્યાની પીપલોદ પોલીસ સ્ટેશન માં નોંધાવી પોલીસ ફરિયાદ…
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પીપલોદ રેબારી ગામેથી દાહોદ અમદાવાદ નેશનલ હાઇવે પસાર થતો જ્યાં પાંચ દિવસ પહેલા દાહોદ જિલ્લાના આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર એક ટ્રક ડ્રાઇવરને બે હરમી પૂર્વક માર માર્યો અને ડ્રાઈવર પાસેથી રૂપિયાની માંગણી કરી ડ્રાઈવર એ નહીં આપતા દાહોદ આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર રક્ષક ની જગ્યાએ ભક્ષક બની નિર્દોષ ટ્રક ડ્રાઇવર પર લાકડી લઈને તૂટી પડ્યો. અને ટ્રક ડ્રાઇવરને એટલો ઢોર માર મારવામાં આવ્યો કે ટ્રક ડ્રાઇવરને મારી મારીને અધ મુવો કરી નાખ્યો ત્યારે જાગૃત નાગરિક દ્વારા આર.ટી.ઓ ઇન્સ્પેક્ટરનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.ત્યારબાદ આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર એ ટ્રક ડ્રાઇવર નો પીછો કરી કતવારા બાયપાસ પર ટ્રક ડ્રાઇવરને રોકી ટ્રક ડ્રાઈવર જોડે વિડીયો બનાવ્યો મેં તમને માર્યો નથી બીક ના માર્યો ટ્રક ડ્રાઈવરે આર.ટી.ઓ સામે હાથ જોડી કહ્યું સાહેબ મને જવા દો. હું નિર્દોષ છુ ત્યારે આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર અને તેમના ખાનગી માણસોએ ધાકધમકી આપી તમને મારવામાં નથી આવ્યો એવું નિવેદન લીધું પણ નિર્દોષ ટ્રક ડ્રાઇવરને મારનાર આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર સામે આજરોજ પિપલોદ પોલીસ સ્ટેશન માં ટ્રક ડ્રાઇવરે ફરિયાદ નોંધાવતા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી




