
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

દક્ષિણ ગુજરાત ભાજપનાં વરિષ્ઠ નેતા અને ડાંગ અને તાપી જિલ્લાનાં પૂર્વ ભાજપ સંગઠન પ્રભારી તથા સમાજસેવક એવા અશોકભાઈ ધોરાજીયાએ પોતાનો 59મો જન્મદિવસ અન્યોથી વિભિન્ન રીતે ઉજવ્યો હતો.તેમણે આ ખાસ દિવસની ઉજવણી ડાંગ જિલ્લાનાં અંધજન શાળા શિવારીમાળ અને વૈદેહી સંસ્કાર ધામ શિવારીમાળની નિરાધાર બાળકીઓ સાથે સુરુચિ ભોજન કરીને ઉજવણી કરી હતી.
સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી પાર્ટીઓ અને મોંઘીદાટ સમારોહમાં થતી હોય છે, ત્યારે ભાજપાનાં આગેવાન અશોકભાઈ ધોરાજીયાએ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ હતુ. બાળકો સાથે સમય વિતાવી, તેમને ભોજન કરાવી અને તેમની સાથે ખુશીઓ વહેંચીને તેમણે પોતાના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે બાળકોના ચહેરા પર ખુશી અને સંતોષ સ્પષ્ટપણે જોવા મળ્યા હતા.ભાજપાનાં આગેવાન અશોકભાઈ ધોરાજીયાનો ડાંગ સાથે વિશેષ નાતો જોડાયેલ છે. ડાંગ જિલ્લાનાં ગરીબોને બીમારીનાં પ્રસંગે તથા શૈક્ષણિક ક્ષેત્રે ગરીબ વિદ્યાર્થીઓ માટે દાતા બની સામાજીક ક્ષેત્રે હંમેશા ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છે.તેઓનાં કાર્યને ડાંગ જિલ્લામાં પ્રશંસાને પાત્ર રહ્યુ છે..





