
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
પશુપાલકો માં ઉગ્ર રોષ : મેઘરજ માં પણ મોટાભાગની ડેરીઓ એ દૂધ લેવાનું બંધ કર્યું : મોટાભાગની ડેરીઓ બંધ રહેતા સાબરડેરી ને થઇ શકે છે મોટુ નુકશાન
ગઈ કાલે સાબરડેરી ખાતે પશુ પાલકો ધ્વારા ભાવફેર ને લઇ આંદોલન કરવામાં આવ્યું અને જેમાં પોલીસ સહિત પશુપાલકો સામસામે આવી જતા ઘર્ષણ સર્જાયું હતું જેને લઈ હજુ પણ પશુ પાલકોમાં રોષ છે અને મોટા ભાગની ડેરીઓ એ દૂધ લેવાનું બંધ કર્યું છે જેને લઇ હવે ઠેર ઠેર આંદોલન વધુ આગળ વધતું દેખાઈ રહ્યું છે છતાં સાબરડેરીના સત્તાધીશોનું પેટનું પાણી હલતું ના હોય તેવો ઘાટ છે
મેઘરજ તાલુકામાં પણ પશુપાલકોએ સાબરડેરી નો વિરોધ કર્યો હતો અને પશુપાલકો ને સમર્થન આપ્યું હતું જેમાં મોટાભાગની ડેરીઓ એ દૂધ લેવાનું બંધ કર્યું હોવાની માહિતી સામે આવી છે જેમાં મેઘરજ તાલુકામાં આવેલ ઇપલોડા.કંભરોડા.પિસાલ.ખાંડીવાવ.વાસણા.સિસોદરા.લાલાકુપા.વડથલી.ગોઢા.કસાણા.લાલપુર.પટેલઢુઢા.અદાપુર.લાલોડીયા.નેસડા.ભેમાપુર , ઈસરી, ખાખરીયા, નવાગામ મંડળીઓ સહિત અનેક મંડળીઓ બંધ રહી હતી જેમાં પશુપાલકોએ ડેરીમાં દૂધ ન ભરાવવાનો સંકલ્પ કર્યો હતો જેને લઇ હવે ભાવફેરને લઈ ગામડાઓમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે હાલ મેઘરજ તાલુકામાં કુલ ૧૧૦ જેટલી મંડળીઓ આવેલી છે




