ARAVALLIGUJARATMODASA

સાયરા છાપરા ગામની આંગણવાડી કેન્દ્રમાં છેલ્લા એક અઠવાડિયા થી આંગણવાડી કાર્યકર બહેન ફરજ પર ન આવતા હોવાના આક્ષેપનો વિડીયો વાયરલ.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

સાયરા છાપરા ગામની આંગણવાડી કેન્દ્રમાં છેલ્લા એક અઠવાડિયા થી આંગણવાડી કાર્યકર બહેન ફરજ પર ન આવતા હોવાના આક્ષેપનો વિડીયો વાયરલ.

અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રમાં “જેના જેવા સેનાપતિ એવી એની સેના”આ કહેવતને ભ્રષ્ટ બાબુઓ એ સાર્થક કરી બતાવી છે.અરવલ્લી જિલ્લાનો એક પણ સરકારી વિભાગ એવો નહિ હોય જ્યાં ભ્રષ્ટાચારના આક્ષેપો ન થાય.છેલ્લા ઘણા સમયથી અરવલ્લી જિલ્લો અજગરી ભ્રષ્ટાચારના ભરડામાં સપડાયેલો છે.ઉચ્ય અધિકારીઓને તેમના જ અધિકારીઓ અને કર્મચારીઓ ગાંઠતા નથી!! મોડાસા તાલુકાના સાયરા છાપરા ગામની આંગણવાડી કેન્દ્રમાં છેલ્લા એક અઠવાડિયા થી આંગણવાડી કાર્યકર બહેન ફરજ પર ન આવતા હોવાના આક્ષેપ સાથે ગામના એક જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી તંત્રને જગાડવાના પ્રયાસ કર્યા છે.આંગણવાડી કેન્દ્રમાં આવતા બાળકોને એક જાગૃત નાગરિક પોતાના ખર્ચે નાસ્તો કરાવી રહ્યો છે.બાળકોને સરકાર ની યોજનાનો લાભ આ કેમ નહિ!! શુ કાર્યકર બહેન રજા પર છે,કે પછી મન ફાવે તેમ ફરજ બજાવી રહયા છે જેવા અનેક સવાલો ઉઠ્યા છે.જિલ્લાના સંબધિત અધિકારીઓ એ ગંભીરતા દાખવવાની જરૂર છે.બાકી શુ ચાલે છે એ જનતા જાણે જ છે.

Back to top button
error: Content is protected !!