GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળ સંસદ યોજાઈ.

WAKANER:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળ સંસદ યોજાઈ.

 

ભણતરની સાથે બાળકોમાં લોકશાહીના મૂલ્યો તથા દેશદાઝ જાગે, બાળકો સ્કૂલના નીતિ નિયમો અને સ્કૂલ વ્યવસ્થાપન અને વિકાસ સુધારણામાં ભાગીદાર બને તે હેતુસર આજે શાળામાં બાળસંસદ ચૂંટણી યોજાઈ ગઈ.

આ બાળસંસદમાં જાહેરનામું, ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા, પ્રચાર પ્રક્રિયા તેમજ આજ રોજ બેગલેસ ડે શનિવાર ના દિવસે બાળ સંસદ ચૂંટણી યોજાઈ. જેમાં બાળકોની કક્કાવારી યાદી નામવાળી ફોટો યાદી પણ પ્રસિદ્ધ કરાયેલ હતી. મોબાઇલ દ્વારા વોટિંગ મશીન નો ઉપયોગ કરી આ ચૂંટણી કરવામાં આવી. આ ચૂંટણીનું લાઈવ કવરેજ પણ કરવામાં આવ્યું. આ ચૂંટણીમાં વિજેતા થનાર બાળસંસદના મહામંત્રી અને સહમંત્રી બનશે,જે શાળા ના વિકાસ કાર્યમાં મદદરૂપ થશે.


આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો નરેન્દ્રભાઈ કુબાવત, હિરેનભાઈ ઠાકર,ધર્મેશભાઈ પટેલ, હેતલબેન મકવાણા તથા શાળાના આચાર્ય અનિમેષભાઈ દુબરીયાએ કરેલ.
કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્યના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે બાળકોને સમોસાનો ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!