MORBI:મોરબીમાં તમામ તાલુકા કક્ષાએ કલા મહાકુંભ યોજાશે

MORBI:મોરબીમાં તમામ તાલુકા કક્ષાએ કલા મહાકુંભ યોજાશે
તાલુકા કક્ષા કલા મહાકુંભમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવેલ તમામ સ્પર્ધકોએ નિયત તારીખ, સ્થળ અને સમય હાજર રહેવું
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી – ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સંચાલિત કલા મહાકુંભ ૨૦૨૫-૨૬ નો આગામી ૨૬/૦૭/૨૦૨૪ ના રોજ તાલુકા કક્ષાની સ્પર્ધાથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. કલા અને સંસ્કૃતિના સુભગ સમન્વય સમા આ કલા મહાકુંભ અન્વયે…..
ક્રમ – તાલુકાનુ નામ – તારીખ – સ્થળ -રીપોર્ટીંગ સમય ૧ મોરબી
૦૩-૦૮-૨૦૨૫ – વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, રવાપર-ઘુનડા રોડ, તા.જી. મોરબી – સવારે :૦૮.૦૦ કલાકે
૨ – વાંકાનેર – ૨૬-૦૭-૨૦૨૫ શ્રીમતિ એલ.કે.સંઘવી– વાંકાનેર તા. વાંકાનેર જિ.મોરબી સવારે :૦૮.૦૦ કલાકે
૩ – હળવદ – ૨૬-૦૭-૨૦૨૫ – પી. એમ. શ્રી પે-સેન્ટર, શાળા નં-૪, મોરબી ચોકડી, તા.હળવદ, જી. મોરબી બપોરે: ૦૨.૩૦ કલાકે
૪ ટંકારા – ૨૬-૦૭-૨૦૨૫ – નવયુગ સંકુલ, વિરપર, તા. ટંકારા, જી. મોરબી સવારે :૦૮.૦૦ કલાકે
૫ – માળીયા (મિ.) ૨૬-૦૭-૨૦૨૫ – મોડેલ સ્કુલ – મોટી બરાર તા. માળિયા જિ.મોરબી સવારે :૦૮.૦૦ કલાકે
આ તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, સમૂહગીત, લોકગીત/ભજન, તબલા હાર્મોનિયમ (હળવું) સહિતની સ્પર્ધાઓ યોજાશે.
તાલુકા કક્ષાએ કલા મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવેલ તમામ સ્પર્ધકોએ નિયત તારીખ, સ્થળ અને સમયે હાજર રહેવાનું રહેશે. તાલુકા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા થયેલા સ્પર્ધકોએ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જવાનું થશે તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.









