
તા. ૨૧૦૭૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના ગરાડુ ગામ ડામોર ફળીયા ગ્રામ પંચાયતમાં આજ રોજ ભારત આદિવાસી પાર્ટી ની બેઠક રાખવામાં આવી
આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પ્રમુખ દીપસીભાઈ બારીયા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ મનસુખભાઈ કટારા, ઝાલોદ તાલુકા પ્રમુખ મોહનભાઈ ડામોર, ઝાલોદ તાલુકા યુવા મોરચા પ્રમુખ દિલીપભાઈ નીનામા અને વગેલા જિલ્લા સીટના પ્રભારી પીન્ટુભાઇ ડામોર આગેવાની હેઠળ ઝાલોદ તાલુકામાં આવેલ ગરાડુ ગામ ડામોર ફળીયા ગ્રામ પંચાયતમાં આજ રોજ ભારત આદિવાસી પાર્ટી ની બેઠક રાખવામાં આવી જેમાં બીજેપી, કોંગ્રેસ અને આપથી ત્રાહિમામ અને થાકી ગયેલા ગ્રામજનો આજ રોજ મોટી સંખ્યામાં ભારત આદિવાસી પાર્ટીમાં વિધિવત જોડાયા અને ઝાલોદ તાલુકામાં ભારત આદિવાસી પાર્ટીને મજબૂત બનાવવા માટે એક અવાજ બુલંદ કર્યો





