MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓએ તા. 30 સુધીમાં હયાતીની ખરાઈ કરાવવા અપીલ

MORBI:મોરબી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓએ તા. 30 સુધીમાં હયાતીની ખરાઈ કરાવવા અપીલ
મોરબી : ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના(વિધવા સહાય) હેઠળ સહાય મેળવતા મોરબી શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે, યોજના હેઠળ સહાય મેળવનાર લાભાર્થીઓએ દર વર્ષે હયાતીની ખરાઈ કરવાની હોય છે. શહેરી વિસ્તારના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવા માટે મોરબી શહેર મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ ખાતે હયાતીની ખરાઈ કરાવવા જરૂરી આધાર પુરાવા જેવા કે, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના સહાયના હુકમની નકલ, ઓળખકાર્ડ તરીકે આધારકાર્ડની નકલ તેમજ બેંક પાસબુક સાથે તા.30-7-2025 સુધીમાં હયાતીની ખરાઈ કરાવવા મોરબી મામલતદાર શહેરની યાદીમાં જણાવાયું છે







