
તા.૨૯.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કોન્ટ્રાકટર દ્વારા સળીયાની જગ્યાએ તેલના ડબ્બા મુક્યા
માસુમ બાળકો નો ભોગ લેવા માટે નો ભ્રષ્ટ્રાચાર ઝાલોદ તાલુકા ની મીરાખેડી ગ્રુપ ગ્રામ પંચાયત માં આવેલ વસ્તી પ્રાથમિક શાળા અને વસ્તી પગાર કેન્દ્ર માં ધોરણ એક થી આંઠ સુધી ની આઝાદી સમય ની શાળા બનેલ હતી. જેમાં અનેક વાર છત ના પોપડા ખરતા બાળકો તેમજ જાતે શિક્ષક પણ ઘાયલ થયેલ હતા જે અનુસન્ધાને મુકેશભાઈ ડાંગી એં અનેક રજુઆતો કર્યા બાદ માંડ ત્રણ મનઝલી બાર ઓરડા વાળી બિલ્ડીંગ મંજુર કરવા માં આવેલ હતી. અને તે જૂની શાળા તોડ્યા બાદ બાળકો હાલ ખુબ હાલાકી ભોગવી શિક્ષક ક્વાર્ટર માં અભ્યાસ કરવા મજબુર બન્યા છે. ત્યાં આ બિલ્ડીંગ ના કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટ્રાચાર કરી બિમ્બ અને કોલમો માં સલીયા અને માલ સામાન ની જગ્યા એં તેલ ના ડબ્બા મૂકી તેની ઉપર કોન્કરિટ નો માલ નાખી ગેપ પુરી દેવા માં આવતાં આ બાબત મુકેશભાઈ ડાંગી ને ધ્યાન માં આવતાં મુકેશભાઈ ડાંગી દ્વારા રૂબરૂ બિલ્ડીંગ ની મુલાકાત લઈ ભ્રષ્ટ્રાચાર થતો હોવાનું ખુલ્લું પાડી મીડિયા બોલાવી ઉચ્ચ કક્ષા એં રજુઆતો કરી હતી. અનેક સાલો બાદ બની રહેલ બિલ્ડીંગ માં એક થી દોઢ ફૂટ ના ગાળે સલીયા મૂકી ખુબ મોટો ભ્રષ્ટ્રાચાર કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો સાથે ઈંટો ની જગ્યા એં જે બ્લોક મુકવા માં આવ્યાં છે તેમાં માલ પણ ભરવા માં આવ્યો નથી. અને જે જૂનો જર્જરીત કમ્પાઉન્ડ વોલ બનાવેલ હતો તેને પોપડા દૂર કરી સમારકામ કરી કમ્પાઉન્ડ વોલ ને નવો બનાવી દિધો છે. જો આવી રીતે આ કોન્ટ્રાકટર દ્વારા કામ કરવા માં આવશે તો આવનાર સમય માં વાલી ઓએ પોતાના વ્હાલ સોયા બાળકો ગુમાવવા નો વારો આવશે.તેવી ચિંતા વ્યક્ત કરી હતી અને સાથે આ કોન્ટ્રાકટરે બીજી અન્ય બિલ્ડીંગો બનાવી તે બિલ્ડીંગો માં પણ આવી રીતે જ ડબ્બા ગોઠવી ભ્રષ્ટ્રાચાર કર્યો હશે જે સાબિત થાય છે. માટે આવા કોન્ટ્રાકટર નું લાયસન્સ રદ કરી કરેલ બાંધકામ દૂર કરી નવેસર થી બાંધકામ કરવા માં આવે તેવી રજુઆત કરી હતી.તેમ છતાં પણ ભીનું સઁકેલવા માં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી જવાબદાર અધિકારી ઓની રહેશે. અને આ સાથે મુકેશભાઈ ડાંગી એં એમ પણ જણાવ્યું હતું કે જવાબદાર અધિકારી ઓ દ્વારા યોગ્ય પગલાં લેવા માં નહીં આવે તો વાલી ઓ ને સાથે રાખી જ્યાં જ્યાં આવી બિલ્ડીંગો બનાવવા માં આવી છે તે બાબતો ને ધ્યાને લઈ આવેદન આપી ઉગ્ર આંદોલનો કરવા માં આવશે.





