વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ઓગષ્ટ -૨૦૨૫ના પ્રવેશ સત્રમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા–નવસારી (મ) ખાતે બીજા રાઉન્ડમાં ફીટર, વાયરમેન, ઈલેક્ટ્રીશીયન, કોમ્પ્યુટર ઓપરેટર, વેલ્ડર, સોલાર ટેકનીશીયન, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, કોસ્મેટોલોજી, સુઈંગ ટેકનોલોજી, ફેશન ડીઝાઈન ટેકનોલોજી અને સ્ટેનો ગુજરાતી ટ્રેડમાં પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલ બેઠકો ઉપર પ્રવેશ આપવામાં આવનાર છે. બીજા તબક્કા માટે ઓનલાઇન ફોર્મ આગામી તા.૦૪/૦૮/૨૦૨૫ સુધી ભરી શકાશે. સંસ્થા ખાતે વિના મૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવશે. પ્રવેશવાચ્છુક ઉમેદવારો સંસ્થા ખાતેથી અથવા ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ https://itiadmission.gujarat.gov.in ઉપરથી ભરી શકશે. વધુ જાણકારી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા – નવસારી(મ), જીલ્લા સેવા સદનની પાછળ, કાલીયાવાડી, નવસારી-૩૯૬૪૪૫ની રૂબરૂ મુલાકાત લેવા આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
Sorry, there was a YouTube error.
Follow Us