પાલનપુરમાં વાલ્મિકી પુરા આવેલી આંગણવાડી માં જૈન પરિવારના અગ્રણી નાના ભૂલકાઓ માટે ખુરશીઓ વિતરણ કરતા બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા

31 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં આમ તો જૈન પરિવારના લોકો લગભગ વતનમાં કોઈ રહેતા નથી ધંધાકીય દેશ-વિદેશોમાં સ્થાઈ થયા છે તેમ છતાં ય કેટલાક ઉદાર જીવ નાઆ જૈન પરિવારના લોકો પોતાના વતનને જરૂરિયાત મંદ લોકોને વધુ સેવાઓ મળી રહે તેને લઈને હોસ્પિટલ. વિવિધ શાળાઓ . તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓમાં આ લોકો મહત્વનો દાન નોફાળો આપતા રહે છે એમાંના પાલનપુરના વતની હાલ મુંબઈ રહેતા કિરીટભાઈ શાહ પાલનપુર ની વાલ્મીકિ પુરા માં આવેલી આગણવાડીમાં બે દિવસ અગાઉ તેમનો જન્મ દિવસ ઉજવી બાળકોને ફ્રુટ વિતરણ કરાયું ત્યારબાદ તેમને આ આંગણવાડીમાં રૂમ માં આ બાળકો જમીન ઉપર બેસીને ભણતા જોઈ તેમને ભૂલકાઓને સેવા આપવા વધુ મનમાં સેવા આપવા ઉત્સાહ જોવા મળ્યો હતો તેમને 25 જેટલા બાળકોને બેસવાની ખુરશી ની વ્યવસ્થા કરાવી મોકલી અપાતા આ ભૂલકાઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા જોકે આગણવાડી સંચાલક બહેનો દરેક બાળકને વારાફરતી ગણિત ની ગણતરીની સ્પર્ધા યોજી બાળકોને ખુરશીઓ વિતરણ કરતા બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ સમયે દર મહિને જેમ આ મહિને સુપરવાઈઝર વિઝીટ માં આવેલા બેન પણ આ આંગણવાડી બહેનોની બાળકોને પાલા લતાબેન તેમજ પ્રજાપતિ શિલ્પાબેન ની કામગીરી બિરદાવી હતી તમામ બહેનોએ સેવા આપતા કિરીટશાહ .દીપકભાઈ રાવલ નો આભાર માન્યો હતો બાળકોના આનંદમાં સહભાગી બન્યા હતા 




