CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલામાં 17 પરીવારને કાયમી સરનામું મળ્યું, સરકારી જોગવાઈ હેઠળ વિના મૂલ્યે પ્લોટની સનદ અપાઈ

જિલ્લા કલેકટર અને નાયબ કલેકટરની ટીમ દ્વારા સ્થળ પર પ્લોટની સનદ અપાઈ

તા.02/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને ચોટીલા મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા આજે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે ચોટીલા તાલુકાના ચોટીલા ગામે સપના હોટલની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા વિચરતી વિમુક્ત જાતિના સરણીયા પરિવારના કુલ ૧૭ સભ્યોને કાયમી વસવાટ માટે વિનામૂલ્યે રહેણાંકના પ્લોટ ફાળવવામાં આવ્યા છે આ પ્લોટ ચોટીલા તાલુકાના નાવા ગામના સરકારી સર્વે નંબર ૬૯ પૈકીની જમીનમાં ફાળવવામાં આવ્યા છે સરકારી જોગવાઈઓ મુજબ, સ્થળ પર જ તમામ ૧૭ લાભાર્થીઓને સનદ મિલકતનો દસ્તાવેજ પણ આપવામાં આવી હતી આ પહેલથી વર્ષોથી સ્થાયી રહેઠાણ વગર જીવન ગુજારતા આ પરિવારોને કાયમી ઘરનું સ્વપ્ન સાકાર થયું છે લાભાર્થીઓમાં ચૌહાણ કપીલાબેન, સોલંકી રમજુબેન, સોલંકી લક્ષ્મણભાઈ, સોલંકી માલાભાઈ, ચૌહાણ વિજયભાઈ, જાદવ સોનલબેન, ચૌહાણ દિનેશભાઈ, ચૌહાણ કમાભાઈ, સોલંકી ભીખુભાઈ, સોલંકી આશીકભાઈ, સરાણીયા રમીલાબેન, જાદવ રેખાબેન, સોલંકી રતિલાલ, સોલંકી રણજીતભાઈ, ચૌહાણ સંજયભાઈ, ચૌહાણ ટપુભાઈ અને ચૌહાણ લક્ષ્મણભાઈનો સમાવેશ થાય છે પ્લોટ મળવાથી પરિવારના સભ્યોએ ભારે ખુશી વ્યક્ત કરી હતી તેમણે રાજ્ય સરકાર, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદારનો આભાર માન્યો હતો આ કાર્યક્રમ વિચરતી વિમુક્ત જાતિના લોકોના સામાજિક ઉત્થાન માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Back to top button
error: Content is protected !!